🔥 TRENDING @breaking news - 20 साल बाद बिछड़े बुज... Congress Protest Over Alleged Vote The... વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
2 ઓક્ટોબર સુધી યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં 56 સ્થળોએ મેગા સફાઈ અભિયાન હાથ ધરવા
Local

2 ઓક્ટોબર સુધી યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં 56 સ્થળોએ મેગા સફાઈ અભિયાન હાથ ધરવા

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 01:36 AM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટેરેસ સફાઈ કરી મચ્છરોનો ઉપદ્રવ રોકવા તાકીદ કરી મ્યુનિસિપલ કમિશનરે રાંદેર ઝોન કચેરી પરિસરમાં એક કલાક શ્રમદાન કર્યા બાદ કચેરીના વિવિધ વિભાગોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. ડ્રેનેજ

2 ઓક્ટોબર સુધી યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં 56 સ્થળોએ મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જનઅભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલ, મનપાના 20 હજાર કર્મચારીઓ અને 30 હજારથી વધુ શહેરીજનો જોડાયા હતા. તમામ ઝોન, વોર્ડ કચેરીઓ, બગીચા, માર્કેટ, સ્લમ વિસ્તારો અને પ્રાણી સંગ્રહાલય જેવા વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

ટેરેસ સફાઈ કરી મચ્છરોનો ઉપદ્રવ રોકવા તાકીદ કરી મ્યુનિસિપલ કમિશનરે રાંદેર ઝોન કચેરી પરિસરમાં એક કલાક શ્રમદાન કર્યા બાદ કચેરીના વિવિધ વિભાગોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. ડ્રેનેજ વિભાગમાં ફાઈલોનો મોટો જથ્થો પેન્ડિંગ જોઈને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને તમામ ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા તેમજ ડ્રેનેજ કનેક્શનની પ્રક્રિયા તાત્કાલિક ઓનલાઈન શરૂ કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે કચેરીઓમાં લીકેજ નળ બદલી પાણીનો વ્યય અટકાવવા અને ટેરેસ સફાઈ કરી મચ્છરોનો ઉપદ્રવ રોકવા તાકીદ કરી હતી.

મ્યુનિસિપલ કમિશનરની સુરતને ઘરની જેમ સ્વચ્છ રાખવા અપીલ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ વેસ્ટ મેનેજમેન્ટની ‘ફોર-બિન’ (Four-Bin) સિસ્ટમ (સૂકો, ભીનો, સોલિડ અને અન્ય કચરો અલગ રાખવો) અંગે મનપા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નાગરિકોને માહિતગાર કરશે. મ્યુનિસિપલ કમિશનરે તમામ શહેરીજનોને દરરોજ અડધોથી એક કલાકનું શ્રમદાન આપી સુરતને ઘરની જેમ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
📲Get App