🔥 TRENDING मोहप जलसिंचन तलावातून शेतीसाठी पाणी सो... भारत और नेपाल के लोगों को करीब लाएगी ‘... Diljit Dosanjh's Bengaluru Concert Fac... Drishyam: The Conclusion OTT Release:... गुरु नानक देवजींच्या जयंतीनिमित्त नीड... Palghar Reservoirs at 10% Capacity as...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાટણ ફાયરિંગ કેસમાં શૂટરોને વાહનો પૂરા પાડનાર મહેસાણાના 2 સહિત 3 ની ધરપકડ

✍️ Reporter: Chauhan Sahdevsinh Balvantsinh 🗓 24 Nov 2026, 12:37 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણમાં થયેલા છ રાઉન્ડ ફાયરિંગ ઘટનામાં શૂટરોને બાઈક અને સ્કોર્પિયો પૂરા પાડનાર મહેસાણાના 2 સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

પાટણ શહેરના રોટલિયા હનુમાન નજીક આવેલા શ્રેય કોમ્પ્લેક્સમાં વહેલી સવારે જીમની બહાર સ્કોર્પિયો પાર્ક કરેલા વામૈયાના દલપતસિંહ પરમાર પર બાઈકસવાર બે અજાણ્યા શખ્સોએ રિવોલ્વરથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ બંને ફરાર થઈ ગયા હતા, પરંતુ દલપતસિંહને કોઈ ઈજા થઈ નહોતી.

પોલીસે આ ઘટનાની તપાસમાં LCB, SOG અને બી ડિવિઝન ટીમો સાથે ટેકનોલોજી અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને શૂટરોની ઓળખ અને તેમના સહયોગીઓને શોધી કાઢ્યા છે.

તપાસમાં તીર્થ દેસાઈ (રહે. મહેસાણા), કુલદીપ ગઢચર (રહે. કેશોદ) અને જગદીશ રબારી (રહે. દેવરાસણ) ને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ શૂટરોને બાઈક અને સ્કોર્પિયો પૂરા પાડવામાં સહાયરૂપ હતા.

પ્રાથમિક વિગતો મુજબ, શૂટરોને બાઈક અને સ્કોર્પિયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, જે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયા હતા. આ માહિતી CDR સહિતના એનાલિસિસ અને પૂછપરછ બાદ વધુ સ્પષ્ટ થશે.

પોલીસ તપાસ અધિકારી પી.આઈ. નીરવ શાહએ જણાવ્યું કે તપાસ ચાલુ છે અને વધુ માહિતી મળતાં જ જાહેર કરવામાં આવશે.
📲Get App