🔥 TRENDING Kartik Ekadashi Observed on 22 Nov: Si... बंका घाट में कस्तूरबा स्कूल के पास गां... Fire engulfs residential building in G... Maharashtra CM Devendra Fadnavis order... 17‑year‑old invents low‑cost threshing... Jupiter’s Triple Sign Shift in 2027 Ex...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રામપરા 2ના વૃંદાવન બાગમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને ધજારોહણ યોજાયું

✍️ Reporter: Anil Vaghela 🗓 22 Nov 2026, 09:59 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રામપરા 2ના વૃંદાવન બાગમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને ધજારોહણ યોજાયું

151થી વધુ વાનગીઓનો ભગવાન ઠાકોરજીને અન્નકૂટ ધરાવાયો, સૌરાષ્ટ્રભરના સંતો સહિત હજારો ભાવિકો ઉમટ્યા

રાજુલા તાલુકાના રામપરા 2 ગામે આવેલા શ્રી વૃંદાવન બાગ ખાતે કારતક સુદ અગિયારસના પવિત્ર અવસરે ભવ્ય અન્નકૂટ મહોત્સવ, ધજારોહણ, તુલસી વિવાહ અને સંતોનું ભવ્ય સામૈયું યોજાયું હતું. આ ધાર્મિક મહોત્સવમાં રામપરા સહિત આસપાસનાં 10થી વધુ ગામો અને સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

વૃંદાવન બાગના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુના માર્ગદર્શન હેઠળ સમગ્ર ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહોત્સવ દરમિયાન બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન ઠાકોરજીને 151થી વધુ વિવિધ વાનગીઓ, ફળો, મીઠાઈઓ અને પકવાનોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત ભાવિકોએ અન્નકૂટની પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર મંદિરને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વૃંદાવન ધામના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ, શ્રી હરસુરભાઈ નિંગાળા, સરપંચ શ્રી સનાભાઈ, શ્રી વાલાભાઈ, શ્રી જિકારભાઈ, શ્રી શિવાભાઈ, દુલાભાઈ, લાલાભાઈ, ગોલ્ડન દુલાભાઈ કોવાયા સહિતના ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ધજારોહણ અને તુલસી વિવાહે ધાર્મિક માહોલ સર્જ્યો

મંદિર પર ધજારોહણના પવિત્ર પ્રસંગે સંતો-મહંતોના હસ્તે વિધિવત પૂજા-અર્ચના બાદ ધજા ચડાવવામાં આવી હતી. સાથે જ નિંગાળા ગામેથી તુલસી વિવાહની જાડેરી જાન આવી હતી, જેમાં ઘોડા સહિતના આકર્ષણો જોવા મળ્યાં હતાં.

મંદિરની બાજુમાંથી વહેતી ધાતરવડી નદી અને ત્યાં બનાવવામાં આવેલા કલાત્મક ઘાટ પર ભાવિકો સ્નાન કરતા હોય ત્યારે હરિદ્વારના ઘાટ જેવું સુંદર દૃશ્ય સર્જાયું હતું.

આ ઉપરાંત લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકોએ ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલનો આનંદ માણ્યો હતો.

રામપરા, કોવાયા, ભેરાઈ, નિંગાળા, કડીયાળી સહિત 10થી વધુ ગામોના હજારો ભાવિકોની ઉપસ્થિતિથી સમગ્ર વૃંદાવન બાગ ભક્તિમય બની ગયો હતો.

આ દિવ્ય ધાર્મિક ઉત્સવમાં પધારી અન્નકૂટ પ્રસાદીનો લાભ લેનાર તમામ સંતો-મહંતો, આગેવાનો અને ભાવિક ભક્તોનો શ્રી વૃંદાવન બાગ પરિવાર વતી મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App