🔥 ट्रेंडिंग अल्ट्राटेक बैकुंठ मे मां दुर्गा के नौ... ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડ્... ખેડબ્રહ્મામાં પોલીસની કાર્યવાહી: ગણતરી... पुलिस अधीक्षक द्वारा अपराध समीक्षा बैठ... સ્વચ્છ ઊર્જા અને આત્મનિર્ભરતા તરફ કૃષિ... पुलिस अधीक्षक शहडोल द्वारा थाना सोहागप...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાસણા ગામમાં વીજ કરંટથી મૃત્યુ પામનારના પરિવારને રૂપીયા 2 લાખની સહાય

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 23 अक्टू. 2026, 02:28 PM 👁 61
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના વાસણા ગામમાં દુઃખદ ઘટના બાદ જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા સહાયનો ચેક અર્પણ કરાયો.વિરમગામ તાલુકાના વાસણા ગામમાં વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકના પરિવારને આર્થિક સહાય મળી રહે તે હેતુથી જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા રૂ. 2 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, વાસણા ગામમાં વીજ કરંટથી થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સહાયરૂપ થવાના હેતુથી રૂ. 2 લાખની સહાયનો ચેક પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો.
આર્થિક સહાય મળતાં મૃતકના પરિવારને મુશ્કેલ સમયમાં થોડી રાહત મળી છે. દુઃખની આ ઘડીમાં પરિવારને સહારો પૂરો પાડવાના આ પ્રયાસને માનવતાભર્યું કાર્ય ગણાવી શકાય.માનવતા મહાન છે — મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારની પડખે ઊભા રહેવું એ જ સાચી સેવા છે.
અહેવાલ આસીકઅલી ગીલાણી, વિરમગામ



કરી લેશો.
📲Get App