🔥 ट्रेंडिंग લાલપુર: રીંઝપર રોડ પર ઘોડી સાથે રીલ્સ... Joju George-Urvashi Thriller ‘Aasha’ t... तमिलनाडु बाय‑इलेक्शन 2026: एआईएडीएमके... तमिलनाडु के मुख्यमंत्री विजय ने ड्रीम... तमिलनाडु चुनाव: दहरापुर में AIADMK के... शेतकऱ्यांचे राज्य सरकारला २५ ऑक्टोबरपर...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં લાખોની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ઠગ ટોળકીનો પર્દાફાશ, 2 ઝડપાયા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 अक्टू. 2026, 11:42 AM 👁 25
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં ભોળા વેપારીઓને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ઠગ ટોળકીનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે.

સુરતમાં મચ્છર મારવાની દવાના ઓર્ડરના બદલે લાકડાનો ભુક્કો અને વહેર ભરેલા બોક્સ આપી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ઠગ ટોળકીનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સામેલ બે રીઢા ગુનેગારોની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બંને આરોપીઓ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ મેટલ વેપારીઓ અને દુકાનદારોને નિશાન બનાવતા હતા. તેઓ મચ્છર મારવાની દવાના મોટા ઓર્ડર મેળવી, ડિલિવરી સમયે ઓર્ડર મુજબની દવાને બદલે લાકડાનો ભુક્કો અને વહેર ભરેલા બોક્સ આપી દેતા હતા. આ રીતે વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવી તેઓ ફરાર થઈ જતા હતા.

અડાજણ પોલીસે આ ઠગ ટોળકીના બે સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે પણ પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટનાને પગલે વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.
📲Get App