अपराध
સુરતમાં લાખોની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ઠગ ટોળકીનો પર્દાફાશ, 2 ઝડપાયા
સુરતમાં મચ્છર મારવાની દવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ઠગ ટોળકીનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે.
સુરત શહેરમાં ભોળા વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ઠગ ટોળકીનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી મચ્છર મારવાની દવાના મોટા ઓર્ડર મેળવી, ડિલિવરી સમયે ઓર્ડર કરેલી દવાને બદલે લાકડાનો ભુક્કો અને વહેર ભરેલા બોક્સ આપી દેતી હતી. આ રીતે તેઓ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી ફરાર થઈ જતા હતા.
પોલીસે આ ગુનામાં સામેલ બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ મેટલ વેપારીઓ અને દુકાનદારોને નિશાન બનાવતા હતા. તેઓ ઓર્ડર મેળવી, માલની ડિલિવરી વખતે ચાલાકીપૂર્વક બદલી કરી દેતા અને ત્યારબાદ ગ્રાહકોને છેતરીને ફરાર થઈ જતા હતા.
પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીમાં અન્ય કેટલા સભ્યો સામેલ છે અને તેમણે અત્યાર સુધી કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. આંતરરાજ્ય ટોળકી હોવાથી પોલીસ અન્ય રાજ્યોની પોલીસનો પણ સંપર્ક કરી શકે છે.