🔥 ट्रेंडिंग विनोद कापड़ी की ‘पायर’ 23 अक्टूबर 2026... केंद्र ने कहा, कर्नाटक व महाराष्ट्र मे... केंद्र ने सूखे से प्रभावित राज्यों से... मुम्बई में सोमवार और मंगलवार को हल्की... भारी बारिश से पांडु नदी में बाढ़, कानप... उत्तर प्रदेश की महिलाएँ मुफ्त बिजली और...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 28 सित. 2026, 05:14 PM 👁 11
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

સુરતમાં ફરી એકવાર કાપડ બજારમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. સુરતની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર સંકુલમાં અફરાતફરી મચી ગઈ છે. ચાલુ માર્કેટ દરમિયાન લાગેલી આગને કારણે વેપારીઓ, ખરીદારો અને શ્રમિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

ઘટનાની જાણ થતાં જ સુરતના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે. હાલ પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુરતના મેયર માયાબેન માવાણી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં સામાન્ય દિવસની જેમ ધમધમાટ ચાલી રહ્યો હતો ત્યારે માર્કેટના પહેલા માળે આવેલી દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ચારેતરફ ફેલાઈ ગયા હતા.

ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતાં શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થઈ હતી, જેને પગલે માર્કેટમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા.
📲Get App