🔥 TRENDING Himachal Pradesh to Launch Helicopter... Chhapra’s Unique Wooden Goddess Statue... Bihar Officials Under Watch: Monitorin... Ashoknagar: 29-Year-Old Rukhsar Kausha... Devendra Budhia Calls on Salman Khan t... ਸਾਬਕਾ ਵਿਧਾਇਕ ਸਿਮਰਜੀਤ ਸਿੰਘ ਬੈਂਸ ਨੂੰ ਮਾਣ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ઉમરપાડામાં સરવણ ફોકડી ગામે યોજાયો પશુ મેળો, 192 લાભાર્થીઓએ દૂધાળા પશુઓની ખરીદી કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 Oct 2026, 08:53 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા પશુ મેળામાં આદિવાસી લાભાર્થીઓએ સરકારી યોજના અંતર્ગત દૂધાળા પશુઓ ખરીદ્યા છે. તાપી-કરજણ લિંક પ્રોજેક્ટને કારણે વિસ્તારમાં ચારો ઉપલબ્ધ રહેશે, જેથી પશુપાલકોનું જીવન ધોરણ સુધરશે, એમ ધારાસભ્યે જણાવ્યું.

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામે પ્રાયોજના વહીવટદારની કચેરી તથા સુમુલ ડેરી સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત પશુ મેળો યોજાયો હતો. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ મેળાની અધ્યક્ષતા સંભાળી હતી. વિસ્તારના લાભાર્થીઓએ સરકારની સહાય લક્ષી યોજના અંતર્ગત દૂધાળા પશુઓની ખરીદી કરી હતી.

આદિમ જૂથ દૂધાળા પશુ યોજના જેવી વિવિધ સરકારી યોજનાનો લાભ વિસ્તારના આદિવાસી લાભાર્થીઓને મળી રહે તે માટે આ મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 192 જેટલા લાભાર્થીઓએ દૂધાળા પશુઓની ખરીદી કરી હતી, જેથી તેમના પશુપાલક વ્યવસાયને વધુ વિકાસ મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી-કરજણ લિંક પાઈપ લાઈન પ્રોજેક્ટ મુખ્ય ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ઉમરપાડા તાલુકામાં સિંચાઈના પાણીનો લાભ મળી રહ્યો છે. તેથી પશુઓ માટે લીલો ઘાસ ચારો બારેમાસ ઉપલબ્ધ રહેશે અને ઉમરપાડા તાલુકાના આદિજાતિ લાભાર્થી પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું આવશે.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન કાંતીભાઈ ગામીત, વાઈસ ચેરમેન ભરતસિંહ સોલંકી, તથા નિયામક મંડળના સભ્યો, સુમુલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટરો તથા ઉમરપાડા તાલુકાના સુમુલ ડેરીના ડિરેક્ટર અમીષ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવા, જિલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના સંગઠના હોદેદારો, સરપંચ, ડે.સરપંચો, પશુપાલકો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App