🔥 ट्रेंडिंग मैनपुरी: दबंग भाई के कब्जे से दिलाई बह... ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಾ. ಜಿ. ಪರಮೇಶ್ವರ್ ಅವ... झोटा हत्याकांड के विरोध में पंजाब में... रतलाम के पास दिल्ली-मुंबई एक्सप्रेसवे... Sensex posts modest early gains, stead... Gold Prices Surge to Monthly High as G...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અબ્રામામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ: બાપ-દીકરા-ભત્રીજાની ત્રિપુટી ઝડપાઈ, 18.21 લાખનો મુદ્દામાલ જપ્ત
अपराध

અબ્રામામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ: બાપ-દીકરા-ભત્રીજાની ત્રિપુટી ઝડપાઈ, 18.21 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 अक्टू. 2026, 04:30 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉત્રાણ પોલીસે અબ્રામામાં નકલી ઘી બનાવતી બાપ, દીકરા અને ભત્રીજાની ત્રિપુટીને ઝડપી પાડી છે. પોલીસે 1,694 કિલો શંકાસ્પદ ઘી, કાચો માલ અને મશીનરી સહિત 18.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સોમવારે ઉત્રાણ પોલીસે અબ્રામામાં નકલી ઘીના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે માધવ કેમ્પસમાં દરોડો પાડી ડાલડા ઘી અને સોયાબીન ઓઇલમાં ફ્લેવર ભેળવી નકલી ઘી બનાવતી બાપ, દીકરા અને ભત્રીજાની ત્રિપુટીને ઝડપી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 1,694 કિલો શંકાસ્પદ ઘી, કાચો માલ અને મશીનરી સહિત કુલ 18.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ત્રિપુટી રોજનું લગભગ 500 કિલો નકલી ઘી બનાવતી હતી અને તેમાંથી મહિને 2 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવતી હતી. આરોપી કલ્પેશ સુંદરલાલ મોદી, તેનો પુત્ર સન્ની મોદી અને ભત્રીજો કિશન મનોજ મોદીએ નકલી ઘી બનાવવા માટે મહિને 17 હજાર રૂપિયાના ભાડે ગોડાઉન લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આરોપીઓ અગાઉ ઘરેથી ગાયનું શુદ્ધ ઘી બનાવવાનો ધંધો કરતા હતા અને તેની પાસે તેનું લાયસન્સ પણ હતું. જોકે, શુદ્ધ ઘીના વેપારમાં ધાર્યો નફો ન મળતાં વધુ પૈસા કમાવવાની લાલચમાં છેલ્લા બે વર્ષથી તેમણે નકલી અને ભેળસેળયુક્ત ઘી બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ દિલ્હીથી ખાસ ફ્લેવર મંગાવી ડાલડા અને સોયાબીન ઓઇલમાં ભેળસેળ કરતા હતા.

આ ભેળસેળયુક્ત ઘીને 'સાહસ પ્રીમિયમ ગાયનું ઘી'ના નામે પાઉચ તથા 15 કિલોના ડબ્બામાં પેક કરીને સ્થાનિક દુકાનોમાં વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App