🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિલા પોલીસના આરોગ્યની ચકાસણી, 182 કર્મચારીઓની તપાસ

મહિલા પોલીસના આરોગ્યની ચકાસણી, 182 કર્મચારીઓની તપાસ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 12 Aug 2026, 03:34 PM 👁 65
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
GMERS રાજપીપળા ખાતે ત્રણ દિવસીય હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
નર્મદા જિલ્લાના મહિલા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની નિયમિત ચકાસણી અને આરોગ્યલક્ષી સમસ્યાઓનું સમયસર નિદાન થાય તે હેતુથી GMERS જનરલ હોસ્પિટલ, રાજપીપળા ખાતે ત્રણ દિવસીય હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત જિલ્લા આરોગ્ય કચેરી અને GMERS જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તા. 10થી 12 ઓગસ્ટ દરમિયાન આ કેમ્પ યોજાયો હતો.
કેમ્પ દરમિયાન જિલ્લાના 182 મહિલા પોલીસ કર્મચારીઓનું આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક તપાસ સાથે સિકલસેલ, RBC, CBC અને વિટામિન B12 સહિતના વિવિધ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મહિલા પોલીસ કર્મચારીઓ કાયદો-વ્યવસ્થા અને જાહેર સુરક્ષાની કામગીરીમાં સતત ફરજ બજાવતી હોવાથી તેમના સ્વાસ્થ્યની કાળજીને ધ્યાનમાં રાખીને આ કેમ્પ યોજાયો હતો. તપાસ દરમિયાન તબીબો દ્વારા જરૂરી આરોગ્યલક્ષી સલાહ અને કાઉન્સેલિંગ પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેડિકલ અધિકારીઓ, તબીબો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનો હેતુ મહિલા પોલીસ કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા સાથે સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
📲Get App