🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત કાપડ બજારમાં 180 દિવસથી વધુ પેમેન્ટ ન કરનારાઓને બ્લેકલિસ્ટ કરશે FOSTA
Business

સુરત કાપડ બજારમાં 180 દિવસથી વધુ પેમેન્ટ ન કરનારાઓને બ્લેકલિસ્ટ કરશે FOSTA

✍️ Reporter: Dhaval Maheta 🗓 09 Sep 2026, 11:16 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA)એ 180 દિવસથી વધુ સમય સુધી પેમેન્ટ ન કરનાર ખરીદદારો અને ડિસ્ટ્રિબ્યુટર્સનાં નામ જાહેર કરીને બ્લેકલિસ્ટ કરવાની કડક યોજના ઘોષિત કરી.

સુરતના કાપડ બજારમાં લાંબા સમયથી ચાલતી પેમેન્ટની જોખમ અને છેતરપિંડીને અટકાવવા માટે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA)એ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં (180 દિવસ) પેમેન્ટ ન કરનાર બહારના રાજ્યોના ખરીદદારો અને ડિસ્ટ્રિબ્યુટર્સનાં નામ જાહેર કરીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, જેથી બજારમાં વિશ્વાસ અને સુરક્ષા વધે.

180 દિવસથી વધુ સમય સુધી પેમેન્ટ ન કરનારાઓનાં નામ FOSTAની મોબાઇલ એપ અને અધિકૃત ગ્રુપ્સમાં મૂકવામાં આવશે. વેપારીઓની લેખિત ફરિયાદોની તપાસ બાદ જ ડિફોલ્ટરોને બ્લેકલિસ્ટમાં સામેલ કરવામાં આવશે, જેથી પેમેન્ટની જોખમ સામે મજબૂત કવચ મળે.

નવા નિયમો હેઠળ, ક્રેડિટ પિરિયડ મહત્તમ 70 દિવસ સુધી મર્યાદિત કરવા અને માલની રિટર્ન સમયમર્યાદા 30 દિવસ નક્કી કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ પગલાઓ દ્વારા નાણાકીય નુકસાનથી નાના વેપારીઓની વર્કિંગ કેપિટલ સુરક્ષિત રહેશે.

FOSTAની આ કડક અને પારદર્શક નીતિથી દેશભરના ડિસ્ટ્રિબ્યુટર્સ પર સમયસર પેમેન્ટ કરવાની નૈતિક દબાણ ઊભું થશે. વેપારીઓનું માનવું છે કે આ પગલાઓ દ્વારા માર્કેટમાં આર્થિક છેતરપિંડી ઘટશે, પેમેન્ટ સાયકલ ઝડપી બનશે અને સુરતનું અબજો રૂપિયાનો ટેક્સટાઇલ માર્કેટ વધુ સુરક્ષિત બનશે.
📲Get App