🔥 TRENDING Gujarat Government Bars Outsiders from... EPFO Board to Discuss Raising Minimum... જામનગર ખોડીયાર કોલોનીમાં સાત રસ્તાઓ પર... New Platform Cover Sheds Inaugurated a... Karnataka MLC Elections Kick Off: Cong... Bengaluru hits magnitude 3 earthquake;...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામનગરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ વેપારમાં રૂ.18 લાખની છેતરપિંડીની ફરિયાદ

✍️ Reporter: VIKRAM PATA 🗓 23 Oct 2026, 01:13 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપની ખરીદી-વેચાણમાં રૂ.18 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ.

જામનગરના કનસુમરા પાટિયા પાસે આવેલી કોપેક્સ ઇન્ટરનેશનલ પેઢીના સંચાલક વૈભવભાઈ ઘાડિયાએ એલ્યુમિનિયમ સ્ક્રેપના વેપારમાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લિન્ક્ડઇન એપ્લિકેશન મારફતે દિલ્હીની ધન ઇન્ડસ્ટ્રિયલ ઇમ્પેક્સ પ્રા. લિ.ના પંકજ ત્યાગી સાથે 52.000 કિલો એલ્યુમિનિયમ સ્ક્રેપનો સોદો થયો હતો. પ્રતિ કિલો રૂ.198ના ભાવે માલ ખરીદવા માટે રૂ.20 લાખ એડવાન્સ ચૂકવાયા હતા. જોકે, માલ મોકલવામાં આવ્યો ન હતો અને એડવાન્સમાંથી માત્ર રૂ. 2 લાખ પરત આપી બાકીના રૂ.18 લાખ પરત નહીં આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે. આ મામલે પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


પોલીસએ FIR દાખલ કરી તપાસ શરૂ કરી છે અને સંબંધિત પક્ષો સામે કાનૂની કાર્યવાહી કરવાની શક્યતા દર્શાવી છે.
📲Get App