🔥 TRENDING India aim to bounce back in second fri... मन्हाकाल कोयलीबेड़ा में नविन धान उपार्... शाहनूर मियां सरकारच्या दरगाहात 'उर्स म... Congress MP Christopher Tilak to Raise... Manipur Cabinet Approves Hiring of 764... World Takes Note of Meghalaya’s Wangal...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીના યુવાને દરિયામાં 18 લોકોના જીવ બચાવ્યા, 12 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ સફળતા
Local

અરવલ્લીના યુવાને દરિયામાં 18 લોકોના જીવ બચાવ્યા, 12 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ સફળતા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 08:40 AM 👁 82
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લીના એક યુવાને દરિયામાં મુશ્કેલીમાં મુકાયેલા 18 ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અરવલ્લી જિલ્લાના એક યુવાને દરિયાઈ દુર્ઘટના સમયે અદમ્ય સાહસનું પ્રદર્શન કર્યું છે. એક જહાજના એન્જિન રૂમમાં પાણી ભરાઈ જતાં સર્જાયેલી ગંભીર સ્થિતિમાં આ યુવાને પોતાની સૂઝબૂઝથી 18 ક્રૂ મેમ્બર્સના જીવ બચાવ્યા હતા.

આ ઘટનામાં જહાજ પર સવાર તમામ 18 સભ્યો ફસાયા હતા, જેમને બચાવવા માટે 12 કલાક લાંબુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત 12 કલાકની જહેમત બાદ તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અરવલ્લીના આ યુવાનની બહાદુરીના કારણે આજે 18 પરિવારોના સભ્યો સુરક્ષિત છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે અને યુવાનના સાહસને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે.
📲Get App