🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝાલોદમાં ભાજપનું સેવા સંકલ્પ અભિયાન : ઝાલોદમાં 17 સપ્ટેમ્બરથી ભાજપનું ‘સેવા સંકલ્પ’ અભિયાન

ઝાલોદમાં ભાજપનું સેવા સંકલ્પ અભિયાન : ઝાલોદમાં 17 સપ્ટેમ્બરથી ભાજપનું ‘સેવા સંકલ્પ’ અભિયાન

✍️ Reporter: Pankaj Pandit 🗓 16 Sep 2026, 08:15 AM 👁 190
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદમાં ભાજપનું સેવા સંકલ્પ અભિયાન : ઝાલોદમાં 17 સપ્ટેમ્બરથી ભાજપનું ‘સેવા સંકલ્પ’ અભિયાન

એક મહિના સુધી સેવા, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે



વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા તા.17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ યોજાશે. ઝાલોદ શહેર ભાજપ દ્વારા પણ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
17 સપ્ટેમ્બરે સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન દરેક બૂથમાં ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ શાળાઓમાં ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા, ‘નમો સેવા ગાથા’ હેઠળ નાટક અને સોશિયલ મીડિયા રીલ, તેમજ આંગણવાડી-આશા બહેનોના સન્માન માટે ‘આંગણવાડી ઉત્સવ’ યોજાશે.
‘સેવા મેરા યોગદાન’ હેઠળ રક્તદાન, વૃક્ષારોપણ, સ્વચ્છતા, આરોગ્ય તપાસ, વૃદ્ધાશ્રમ મુલાકાત, મહિલા આરોગ્ય, શિક્ષણ સહાય, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને નશામુક્તિ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
‘પરિવર્તનની વાર્તા’ હેઠળ સરકારની યોજનાઓથી લાભાન્વિત લોકોના બૂથ દીઠ 20 વીડિયો બનાવાશે. ‘રંગોળી રાષ્ટ્ર’માં કુદરતી સામગ્રીથી ભારતનો નકશો બનાવી 2047ના વિકસિત ભારતનો સંદેશ આપવામાં આવશે. ‘સેવા સેતુ’ અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા પણ જનજાગૃતિ કરાશે.
7 ઓક્ટોબરે ‘સેવા જ્યોત યાત્રા’ અને કેન્દ્રના માર્ગદર્શન મુજબ અન્ય કાર્યક્રમો યોજાશે, જ્યારે 17 ઓક્ટોબરે ‘જનસેવક મહાકુંભ’ સાથે અભિયાનની પૂર્ણાહુતિ થશે.
અભિયાનને સફળ બનાવવા ઝાલોદ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો માટે ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે. બૂથથી શહેર સુધી એક મહિના દરમિયાન ‘સેવા, સંકલ્પ અને સંગઠન’નો સંદેશ પહોંચાડવાનો ભાજપનો પ્રયાસ રહેશે.
📲Get App