🔥 TRENDING ଆଜି ଓଡ଼ିଶା ଗସ୍ତରେ ରାଷ୍ଟ୍ରପତି ଦ୍ରୌପଦୀ ମ... କଟକ ବାଲିଯାତ୍ରା ଉଦ୍‌ଘାଟନ କରିବେ ରାଷ୍ଟ୍ରପ... ଭଞ୍ଜନଗର କୁଲାଡ଼ ଗାଁରେ ଘରେ ପଶି ୧୫ ଭରି ସୁ... Mansa Puthi Ceremony Held at Adi Maa K... ପୀତବାସ ପଣ୍ଡାଙ୍କ ସାନ ଭାଇ ପୂର୍ଣ୍ଣଚନ୍ଦ୍ରଙ... જાદર પોલીસની ઝડપી કાર્યવાહીથી સાબરકાંઠ...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખડગદા ખાતે રૂ. 16.89 કરોડના ખર્ચે બનનાર આધુનિક સિવિલ કોર્ટ ભવનનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 24 Nov 2026, 03:37 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ખાતે અંદાજિત રૂ. 16.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવનિર્મિત સિવિલ કોર્ટ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ અને નર્મદા જિલ્લાના વહીવટી ન્યાયાધીશશ્રી ડી. એન. રેના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી એસ. વી. વ્યાસ, ગરૂડેશ્વરના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી વી. એચ. તેરૈયા તેમજ પ્રસ્તાવિત ગરૂડેશ્વર તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી પી. એચ. પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ખડગદા ખાતે નિર્માણ પામનાર આ આધુનિક સિવિલ કોર્ટ ભવન પાછળ અંદાજિત રૂ. 16.89 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કોર્ટ ભવનના નિર્માણથી ગરૂડેશ્વર તાલુકાના નાગરિકો અને પક્ષકારોને પોતાના વિસ્તારની નજીક જ ઝડપી, સુલભ અને સુવિધાયુક્ત ન્યાયિક સેવાઓ ઉપલબ્ધ થશે.

નવા કોર્ટ ભવનથી ગરૂડેશ્વર તાલુકાના ન્યાયિક માળખાને વધુ મજબૂતી મળશે અને સ્થાનિક લોકોને ન્યાય મેળવવાની પ્રક્રિયામાં સરળતા રહેશે.
📲Get App