🔥 TRENDING दिल्ली में भारी बारिश के कारण जलभराव,... અરવલ્લી પોલીસની બહાદુરી: ફાયરિંગ વચ્ચે... Tibet Film Unveils Forgotten Resistanc... Jr NTR Declares Fahadh Faasil His Favo... Centre Green‑Lights ₹1,176 Crore Six‑L... Sikkim MP Urges Rapid Approval for Ran...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગણદેવી પોલીસે શાકભાજીના કેરેટની આડમાંથી 1,632 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે
Crime

ગણદેવી પોલીસે શાકભાજીના કેરેટની આડમાંથી 1,632 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Salman sama 🗓 02 Oct 2026, 12:14 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણદેવી પોલીસે શાકભાજીના ખાલી કેરેટની આડમાં છુપાવીને લઈ જવાઈ રહેલો 1,632 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પિકઅપ વાહન અને દારૂ સહિત કુલ રૂ. 10,51,800નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની કુલ 1,632 બોટલો, જેની કિંમત રૂ. 3,46,800 થાય છે અને કુલ 293.760 લિટર જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા પિકઅપ વાહન અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 10,51,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ IPS તથા ચીખલી વિભાગના DySP બી.વી. ગોહીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગણદેવી PI એન.આઈ. રાઠોડની દેખરેખમાં પોલીસ ટીમ દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન, અ.હે.કો. યોગેશભાઈ ઠાકોસભાઈ અને અ.પો.કો. પ્રકાશભાઈ દેવજીભાઈને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની મહિન્દ્રા BOL MAXX PUP પિકઅપ (નં. GJ-21-Z-1487)માં શાકભાજીના ખાલી કેરેટની આડમાં દારૂ છુપાવીને વલસાડ તરફથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે.

આ બાતમીના આધારે, ખારેલ ઓવરબ્રિજના દક્ષિણ છેડે NH-48 પર નાકાબંધી ગોઠવીને પિકઅપ વાહનને ઝડપી લેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં આનંદ ઉમાશંકર પાંડે (ઉં.વ. 30) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર પારૂલબેન વિનોદભાઈ વાઘેલા તથા જથ્થો ભરી આપનાર બે અજાણ્યા શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

આ સફળ કામગીરીમાં PSI કે.આર. નાયકા, અ.હે.કો. ભરતભાઈ ભગવાનભાઈ, અ.પો.કો. વિપુલસિંહ બદાજી, જયેશભાઈ બળદેવભાઈ અને કલ્પેશભાઈ સાતાભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મામલે વધુ તપાસ PSI કે.આર. નાયકા દ્વારા કરવામાં આવી રહી છે.
📲Get App