🔥 TRENDING Khaas report mr Nazir Ahmad Sofi सड़क पर चलती कार में लगी भीषण आग भागवत कथा में शिव-पार्वती विवाह का प्र... दक्षिण अफ्रीका में गोलीबारी से १७ लोगो... अपर वर्धा धरणातील मासेमारीच्या दरात कप... बालघाट की 26 ग्राम पंचायतों में मतदान...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

તારીખ 16/11/2026,સોમવાર

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 16 Nov 2026, 09:12 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કરમસદ ખાતે KDCC બેન્ક દ્વારા નાણાંકીય સાક્ષરતાલક્ષી કેમ્પ યોજાયો. આણંદ જિલ્લા ના કરમસદ ગામ ખાતે વિવિધ ધિરાણલક્ષી કલ્યાણકારી યોજના તથા નાણાંકીય સાક્ષરતા કેમ્પનું અયોજન કરવામાં આવ્યુ

તારીખ 16/11/2026,સોમવાર

કરમસદ ખાતે KDCC બેન્ક દ્વારા નાણાંકીય સાક્ષરતાલક્ષી કેમ્પ યોજાયો.

આણંદ જિલ્લા ના કરમસદ ગામ ખાતે વિવિધ ધિરાણલક્ષી કલ્યાણકારી યોજના તથા નાણાંકીય સાક્ષરતા કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને વિશેષ સંબોધન કરતા બેંકના ચેરમેન ડૉ. (માનદ) તેજસકુમાર પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહ જ્યારે ભારતને આત્મનિર્ભર તરફ લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેઓએ ખેડૂતો, પશુપાલકો યુવાનોને આત્મનિર્ભરનો સાચો અર્થ સમજાવ્યો હતો.

આ કાર્યક્રમમાં વ્યક્તિગત તથા મંડળીને બેંકની સોલાર રુફટોપ યોજનાનો લાભ લઇ 25 વર્ષ સુધી વીજળી ભરવામાંથી મુક્તિ મેળવી તેમાંથી બચતા નાણાંનો ઉપયોગ સભાસદોના આર્થિક કલ્યાણ માટે થાય તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી.આ યોજના હેઠળ છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી સરકારની યોજના ઓ પહોંચડવા માટે પ્રથમ ૧,૦૦૦ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) પરિવારોને સંપૂર્ણપણે વિના મૂલ્યે સોલરાઇઝેશન કરી આપવાનો પવિત્ર સંકલ્પ લેવામાં આવ્યો જે અંતર્ગત કુલ આઠ જણને મંજૂરીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં સર્વ પ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનારી કે.ડી.સી.સી. બેંકના વોટ્સએપ બેન્કિંગ,ડિજિટલ બેન્કિંગ તથા QR કોર્ડની નિઃશુલ્ક સુવિધાનો લાભ લઈ ઘરે બેઠા જ વિશેષ બેન્કિંગ સેવાઓ મેળવવાનની પણ રજુઆત કરી હતી. વધુમાં હવે દરેક મંડળી પણ સર્વ સામાન્ય કેન્દ્ર(CSC) તથા ખેડૂત આયોજિત સંસ્થા (FPO) બની બેંક જેવું જ કાર્ય કરી શકશે જેથી નાણાં તથા અન્ય સુવિધાઓ માટે ગ્રાહકો અન્ય ગામની બેંકો કે કચેરીઓમાં દૂર સુધી ધક્કા ખાવા માંથી મુક્તિ મેળવી આર્થિક ભારણને ઘટાડી શકશે તેવી પણ વાત કરી હતી.

આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ડિરેકટર શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા પણ જિલ્લા બેંક આપણી બેંક ના સૂત્ર સાથે બેંકની વિવિધ ધિરાણ યોજાઓનો લાભ બેકમાંથી મેળવવા માટે અહવાહન કર્યું હતું તેઓએ બેંકની સ્થાપનાથી લઈ બેંકની પ્રગતિની ઝાંખી કરાવી હતી.

આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ડિરેકટર શ્રી યોગેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંકની વિવિધ ધિરાણ યોજાઓનો લાભ બેકમાંથી મેળવવા માટે તથા સોલરાઇઝેશન અપનાવવા માટે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન ડૉ.(માનદ) તેજસકુમાર પટેલ, કેડીસીસી બેંકના ડિરેકટર શ્રી યોગેન્દ્રભાઈ પટેલ ,શ્રી મહેન્દ્રસિંહ પરમાર ,શ્રી ભરતભાઈ પટેલ,શ્રી દિલીપભાઈ પટેલ,ગામના આગેવાન શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા શ્રી કૌશિકભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કરમસદ ગામના પ્રજાજનો તથા બેન્ક ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#kdccbank#khedadccb#flccamp#karamsad#Anand#digitalmarketing#DigitalBanking#solarenergy
📲Get App