🔥 ट्रेंडिंग जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરા પોક્સો કોર્ટે 16 વર્ષીય સગીરા કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ અને 10 લાખ દંડ
अपराध

વડોદરા પોક્સો કોર્ટે 16 વર્ષીય સગીરા કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ અને 10 લાખ દંડ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 31 अग. 2026, 02:17 PM 👁 57
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના ભાયલી વિસ્તારમાં થયેલ સામૂહિક દુષ્કર્મમાં 16 વર્ષીય સગીરાને લગતી કિસ્સામાં પોક્સો કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદ અને પ્રતિજણ 10 લાખ રૂપિયાનો દંડ આપ્યો.

વડોદરા પોક્સો કોર્ટે 16 વર્ષીય સગીરા સામે કરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં તમામ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઘટના ઓક્ટોબર 2024માં, નવરાત્રીના બીજા નોરતે, ભાયલી વિસ્તારમાં થઈ હતી, જ્યાં 16 વર્ષીય સગીરાને દુષ્કર્મનો શિકાર બનવામાં આવ્યો.

પોલીસએ 48 કલાકની અંદર મુન્ના બંજારા, મુમતાઝ બંજારા, શાહરૂખ બંજારા, સૈફઅલી બંજારા અને અજમલ સત્તાર (મૂળ ઉત્તર પ્રદેશ) સહિત પાંચ આરોપીઓને ધરપકડ કરી. તપાસમાં 1100થી વધુ CCTV ફૂટેજ અને 17 દિવસમાં 6000 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

સાક્ષીઓની જુબાની, DNA અને FSL રિપોર્ટ જેવા સબળ પુરાવાઓને આધારે કોર્ટે કડક ચુકાદો આપ્યો, જેમાં આજીવન કેદ અને 10 લાખ દંડનો સમાવેશ થાય છે.
📲Get App