🔥 TRENDING Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive... Divya Dutta Says Senior Actors Helped... RPF Recovers 29 Kilograms of Ganja Fro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં પ્રથમ કાવડ યાત્રા, ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ 
સાંતલપુર તાલુકાના આલુવાસ ગામથી સાંતલપુર સુધી પ્રથમ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલુવાસ ગામના પવિત્ર કુંડમાંથી જળ ભરીને નાની વયના ચારથી પાંચ યુવાન ભક્તોએ અંદાજે 16 કિલોમીટર પૂણ કરી
Travel

સાંતલપુરમાં પ્રથમ કાવડ યાત્રા, ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ સાંતલપુર તાલુકાના આલુવાસ ગામથી સાંતલપુર સુધી પ્રથમ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલુવાસ ગામના પવિત્ર કુંડમાંથી જળ ભરીને નાની વયના ચારથી પાંચ યુવાન ભક્તોએ અંદાજે 16 કિલોમીટર પૂણ કરી

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 31 Aug 2026, 01:54 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં પ્રથમ કાવડ યાત્રા, ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ
સાંતલપુર તાલુકાના આલુવાસ ગામથી સાંતલપુર સુધી પ્રથમ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલુવાસ ગામના પવિત્ર કુંડમાંથી જળ ભરીને નાની વયના ચારથી પાંચ યુવાન ભક્તોએ અંદાજે 16 કિલોમીટર પગપાળા યાત્રા કરી સાંતલપુર ખાતે આવેલા પારેશ્વર મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હતો.
શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે યોજાયેલી આ કાવડ યાત્રામાં યુવાન ભક્તોએ સમગ્ર માર્ગ દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય ભોલેનાથ’ના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. કાવડ યાત્રા સાંતલપુરની બજારોમાંથી પસાર થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભક્તોએ પારેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન ભોળાનાથને પવિત્ર જળ અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે મંદિરના પૂજારી ન્યાયગીરીજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
આ ઉપરાંત કાવડ યાત્રા દરમિયાન બીજી કાવડ કલ્યાણપુરા મહાદેવ મંદિરે લઈ જઈ ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ, ઉપાસના અને જળાભિષેક માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે કાવડ યાત્રા દ્વારા ભગવાન શિવને જળ અર્પણ કરવાની આ ધાર્મિક પરંપરાથી યુવાનોમાં પણ ભક્તિ અને સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ જોવા મળ્યો હતો.
આલુવાસથી સાંતલપુર સુધીની આ પ્રથમ કાવડ યાત્રાએ ભક્તિ, શ્રદ્ધા અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર પંથકમાં ધાર્મિક માહોલ સર્જ્યો હતો.
📲Get App