🔥 ट्रेंडिंग एपी में एनडीए गठबंधन ने शहरी स्थानीय न... आसपास 15 वर्ष के विलंब पर उम्मीदवारों... गुजरात ने श्रमिक अन्नपूर्णा भोजन योजना... सिम्पली वॉल स्ट्रीट ने बताया, गुजरात फ... गुजरात ने बीट द्वारका कॉरिडोर से विश्व... ਮਰਹੂਮ ਸਿੱਧੂ ਮੂਸੇਵਾਲਾ ਦਾ ਨਵਾਂ ਗੀਤ 'Kaal...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી: રાજુલાના ખેરા ગામે દરિયા કિનારે પગ લપસતા 16 વર્ષીય સગીરાનું ડૂબી જવાથી મોત
स्थानीय

અમરેલી: રાજુલાના ખેરા ગામે દરિયા કિનારે પગ લપસતા 16 વર્ષીય સગીરાનું ડૂબી જવાથી મોત

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 16 अक्टू. 2026, 01:36 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામે દરિયા કિનારે ફરવા ગયેલી 16 વર્ષીય સગીરા સેતુબેન શિયાળના દરિયામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ખેરા ગામે આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ગામની 16 વર્ષીય સગીરા સેતુબેન શિયાળ દરિયા કિનારે ગઈ હતી ત્યારે અચાનક પગ લપસી જતા તે ઊંડા દરિયામાં પડી ગઈ હતી અને ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે.

મળતી વિગત મુજબ, સેતુબેન સવારના સમયે દરિયા કિનારા તરફ ગઈ હતી. કિનારાની ભીની માટીમાં પગ લપસતા તે સીધી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગામ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક રાજુલા TDO, મામલતદાર કચેરીની ટીમ અને રાજુલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી દરિયામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ભારે મહેનત બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસે પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઘટનાથી સમગ્ર ખેરા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
📲Get App