बिज़नेस
દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાર દિવસમાં ચાંદી 15,891 રૂપિયા સસ્તી, સોનું પણ 4,978 ઘટ્યું
ધનતેરસ અને દિવાળી પહેલાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો નોંધાયો છે. ચાર દિવસમાં ચાંદી 15,891 રૂપિયા સસ્તી થઈને 2 લાખની સપાટીથી નીચે આવી ગઈ છે.
ધનતેરસ અને દિવાળી પહેલાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વેચવાલીને કારણે મોટો કડાકો નોંધાયો છે. 10 મહિના બાદ ચાંદી ₹2 લાખની ઐતિહાસિક સપાટીથી નીચે સરકી ગઈ છે. માત્ર ચાર જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹15,891નો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ ₹4,978 જેટલું સસ્તું થયું છે.
બજારના મુખ્ય આંકડા મુજબ, ચાર દિવસના કડાકા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર વાયદાની ચાંદી ઘટીને ₹1.95 લાખ પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. તેવી જ રીતે, ચાર દિવસમાં ₹4,978 ઘટ્યા બાદ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.42 લાખની સપાટીની નજીક આવી ગયો છે.
ઓગસ્ટ મહિનાની સર્વોચ્ચ સપાટીથી સરખામણી કરીએ તો ચાંદી અત્યાર સુધીમાં કુલ ₹56,000 પ્રતિ કિલો અને સોનું ₹23,000 પ્રતિ 10 ગ્રામ જેટલું ગગડી ચૂક્યું છે. નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. આ સિવાય અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં અપેક્ષા કરતાં ઓછો ઘટાડો થવાની કે દરો ઊંચા રાખવાની શક્યતાઓને કારણે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.
તહેવારોની સિઝનમાં ખરીદી કરનારા ગ્રાહકો અને રોકાણકારો માટે આ ઘટાડો મોટી તક સમાન સાબિત થઈ શકે છે.