🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાજાણા પોલીસે હાઈવે પરથી રૂ.1.58 લાખની વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાબોલેરો સહિત રૂ.6.80 લાખનો મુદ્દામાલ જપ્ત

બાજાણા પોલીસે હાઈવે પરથી રૂ.1.58 લાખની વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાબોલેરો સહિત રૂ.6.80 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Gilani Asikali 🗓 14 Sep 2026, 11:46 PM 👁 106
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાજાણા પોલીસ સ્ટેશનની ટીમે માલવણ–વિરમગામ હાઈવે પર મોટી સફળતા મેળવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોટી મજેંઠી ચેકપોસ્ટ નજીક મળેલી બાતમીના આધારે શંકાસ્પદ બોલેરો પીકઅપ વાહન GJ-27-TT-0595ને અટકાવી તલાશી લેતા તેમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન સેન્ટિંગના લાકડાના પ્લેટોની આડમાં સંતાડીને લઈ જવાતી વિદેશી દારૂ અને બિયરની કુલ 1,176 બોટલો, જેની કિંમત આશરે રૂ.1,58,520, મળી આવી હતી.પોલીસે દારૂના જથ્થા ઉપરાંત બોલેરો પીકઅપ, બે મોબાઈલ ફોન તથા લાકડા સહિત કુલ રૂ.6,80,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓ
સુરેશભાઈ ઓમેલા ડાવર, રહે. બડી વેલંગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ
સંજયભાઈ વાધજીભાઈ રાતૈયા, રહે. ગોલાસણ, તા. હળવદ
વોન્ટેડ: અર્જુન ડાવર, રહે. મધ્યપ્રદેશ
પોલીસ ટીમની કામગીરી
આ સમગ્ર કાર્યવાહી બાજાણા પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે કરવામાં આવી હતી. કામગીરીમાં પો.હેડ.કોન્સ. યશપાલસિંહ ધનશ્યામસિંહ રાઠોડ, પો.હેડ.કોન્સ. વલ્લભભાઈ બાબુભાઈ, પો.હેડ.કોન્સ. હિતેશકુમાર બળદેવભાઈ તથા પો.કોન્સ. રાકેશભાઈ ભાવજીભાઈ જોડાયા હતા.
આ કામગીરીમાં બાજાણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. આઈ.એમ હુદડ ની માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સફળ કાર્યવાહી કરી હતી.બાજાણા પોલીસની આ કાર્યવાહીથી હાઈવે મારફતે થતી દારૂની હેરાફેરી સામે પોલીસની સતર્કતા વધુ એક વખત સામે આવી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App