🔥 ट्रेंडिंग ધારી નજીક વીજળી પડતા યુવકનું મોત, વાડી... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... હિંમતનગર લૂંટના પ્રયાસના ગુનામાં ૧૬ વર... जबलपुर के सिहोरा हाईवे पर कार‑बाइक टक्... शहडोल में डॉक्टर की पत्नी पर बालिका प्... ओंकारेश्वर के शिला तीर्थ पर श्राद्ध वि...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.

✍️ रिपोर्टर: B. K. MAHESHWARI 🗓 02 अक्टू. 2026, 05:50 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુન્દ્રા-કચ્છ

આજરોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા ખાતે આવેલ ગાંધીજીના કુદરતી ઉપચાર કેન્દ્ર ખાતે તેમની અર્ધપ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.
આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી અને સ્વચ્છતાના વિચારોને યાદ કરવામાં આવ્યા તેમજ દેશની આઝાદીની લડતમાં ગાંધીજીએ આપેલા અમૂલ્ય યોગદાનને ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું.
ગાંધીજીએ દેશની સ્વતંત્રતા માટે આપેલું અદ્વિતીય નેતૃત્વ અને સત્ય તથા અહિંસાના માર્ગે આપેલો સંદેશ આજે પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમના આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારીને રાષ્ટ્રના વિકાસ તથા સમાજની સેવા માટે કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ સોંધરા, જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરતભાઈ પાતારીયા, કાઉન્સિલરશ્રીઓ જાવેદભાઈ પઠાણ, ઇમ્તિયાઝ સુમરા, ફારૂકભાઈ સુમરા, કોંગ્રેસ આગેવાનો હરેશગીરી ગોસ્વામી, સબ્બીરભાઈ ધ્રુઇયા, ભવ્યરાજસિંહ સમા, વગેરે ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.
📲Get App