🔥 TRENDING Ramayana Earns ₹108 Crore in 2 Days, P... Mamata Banerjee Visits Abhishek Banerj... Defence Minister Rajnath Singh Highlig... CM Suvendu Adhikari Opens Tamluk Kali... Bihar to See Morning Mist for Three Da... Congress Leader Saraogi Accuses Party...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બિરસા મુંડાની 151મી જન્મજયંતીની રાજ્યવ્યાપી સાપ્તાહિક ઉજવણીના સંદર્ભમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 08 Nov 2026, 09:20 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી તા.12 થી 18 નવેમ્બર દરમિયાન આયોજિત ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની રાજ્યવ્યાપી સાપ્તાહિક ઉજવણીના સંદર્ભમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાતા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતિય ગૌરવ દિવસ'ની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં જનભાગીદારીથી યોજાનાર બહુવિધ કાર્યક્રમોના આયોજનોની તલસ્પર્શી સમીક્ષા કરીને ઉજવણીની ગૌરવપૂર્ણ સફળતા માટે સંબંધિત વિભાગોના સચિવોને પરસ્પર સંકલન માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
📲Get App