🔥 ट्रेंडिंग छत्रपती संभाजीनगर में गैलेक्सी लॉज पर... छत्रपती संभाजीनगर में गैलेक्सी लॉज पर... Mathura vrindavan कृष्ण के महारास में... ಅಮೃತೂರು ಸಹಸ್ರನಾಮ ಬಿಲ್ವಾರ್ಚನೆ ಪೂಜಾ: ಮಹಿ... राजस्थान मे ं 2 दिन बाद आंधी-बारिश की... जयपुर से सांतरागाछी के लिए नई ट्रेन शु...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરદાર સાહેબની 150મી જન્મજયંતી: રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 26 अक्टू. 2026, 06:54 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબરના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો, મુલાકાતીઓ અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે પાર્કિંગ, પરિવહન, સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ અને ભોજન સહિતની વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
એકતાનગરના રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે રાજ્ય અને જિલ્લા સ્તરે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એકતાનગર અને આસપાસના વિસ્તારોમાં વાહનોના સુવ્યવસ્થિત સંચાલન માટે વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગરુડેશ્વર APMC, કોયારી ચોકડી હોસ્પિટાલિટી ગ્રાઉન્ડ, ખડકદા રોડ, પોઇચા સ્વામિનારાયણ મંદિર નજીક, ફર્ન હોટેલની બાજુમાં તેમજ રેવા ભવન નજીક પાર્કિંગ માટે આયોજન હાથ ધરાયું છે. આ સ્થળોએ જમીનનું લેવલિંગ, સાફ-સફાઈ અને વાહનોના વ્યવસ્થિત પાર્કિંગ માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને અવરજવર સરળ રહે.
મુલાકાતીઓની સુવિધા માટે પાર્કિંગ સ્થળોએ પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવહન વ્યવસ્થા, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા તથા સંદેશાવ્યવહાર માટે સંબંધિત વિભાગો દ્વારા સંકલિત આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સુવ્યવસ્થિત, સલામત અને યાદગાર બનાવવા માટે તમામ સમિતિઓ વચ્ચે સંકલન જાળવીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સરદાર પટેલની 150મી જન્મજયંતીના આ વિશેષ અવસરે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવતા મહાનુભાવો અને નાગરિકોને સુવિધાજનક વાતાવરણ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.
📲Get App