🔥 ट्रेंडिंग तंबौर क्षेत्र में बड़ी दुर्घटना, तीन ल... विदिशा के बरेठ स्टेशन के पास पुष्पक एक... नाचना ग्राम पंचायत: सरपंच नामांकन के द... बलिया के नगरा थाना में गौवापार गाँव मे... भोर तालुक्यातील काकड आरतीचा मधुर स्वर,... रंजीत यादव जी
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મંગરોળ અને કોસંબામાં પશુ સંરક્ષણ હેઠળ જપ્ત 15 વાહનોની જાહેર હરાજી, સરકારને 9 લાખ રૂપિયા
स्थानीय

મંગરોળ અને કોસંબામાં પશુ સંરક્ષણ હેઠળ જપ્ત 15 વાહનોની જાહેર હરાજી, સરકારને 9 લાખ રૂપિયા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 सित. 2026, 07:02 PM 👁 111
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગરોળ પોલીસ સ્ટેશનમાં 15 જપ્ત વાહનોની હરાજી યોજાઈ, અંદાજિત 2.5 લાખની બદલે 9.04 લાખ રૂપિયા સરકારને મળ્યા.

મંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલા 15 વાહનોની જાહેર હરાજી યોજાઈ. કમિટીએ અપસેટ પ્રાઇઝ 2,48,000 રૂપિયા નક્કી કરી હતી, પરંતુ હરાજીમાં કુલ 9,04,200 રૂપિયા મળી, જે અંદાજિત મૂલ્ય કરતાં ચાર ગણો વધારે છે.

હરાજીમાં માંગરોળ પોલીસ સ્ટેશનના 13 અને કોસંબા પોલીસ સ્ટેશનના 2 વાહનો સામેલ હતા. મોપેડ, મોટરસાઇકલ, રિક્ષા અને પિકઅપ જેવા વિવિધ પ્રકારના વાહનોની બિડ લગાવવામાં આવી. સુરત ગ્રામ્ય એસ.પી., પારડીના ડી.વાય.એસ.પી. અને બી.કે. વનારની ઉપસ્થિતિમાં બિડિંગ કરવામાં આવી.

આ હરાજીમાં મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરત, વલસાડ અને નવસારી સહિતના 44 વેપારીઓ હાજર રહ્યા. તેઓ અલગ અલગ લોટમાં ઉત્સાહપૂર્વક બોલી લગાવી, સૌથી ઊંચી બિડ લગાવનારને નિયમ મુજબ વાહનો સોંપવામાં આવશે.

હરાજીથી પ્રાપ્ત થયેલી તમામ રકમ સરકારની ટ્રેઝરીમાં જમા કરવામાં આવશે. આ પ્રસંગે કોસંબા પોલીસ સ્ટેશનના પી.આઈ. ઠુમ્મર, માંગરોળ પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈ અને બારડોલી રજિસ્ટ્રેશન અને ટ્રાન્સપોર્ટ ઓફિસના અધિકારીઓ પણ હાજર રહ્યા.
📲Get App