🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચોટીલામાં નાયબ કલેક્ટરે 149 અરજદારોની રજૂઆતો સાંભળી: પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી

ચોટીલામાં નાયબ કલેક્ટરે 149 અરજદારોની રજૂઆતો સાંભળી: પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 27 Jul 2026, 09:08 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચોટીલામાં નાયબ કલેક્ટરે 149 અરજદારોની રજૂઆતો સાંભળી: પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી
ચોટીલામાં રાજ્ય સરકારના જનકેન્દ્રિત વહીવટી વ્યવસ્થાના ભાગરૂપે યોજાયેલા મુલાકાતી દિવસે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 149 અરજદારોની રજૂઆતો સાંભળી હતી. નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોટીલા સબ-ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ જમીન વિવાદો, હદ નિશાનના પ્રશ્નો, 7/12ના પાનિયાં બંધ થવાની સમસ્યા, મહેસૂલી વિવાદો, જમીન વહેંચણીની તકરાર, જમીન પચાવી પાડવાના આક્ષેપો અને વાડીએ જવાના રસ્તા બંધ કરી દેવા સહિતના મુદ્દાઓ પર રજૂઆતો કરી હતી. આ ઉપરાંત, દીકરીઓને ભગાડી જવાના બનાવો, સામાજિક સુરક્ષા યોજનાઓ અને અન્ય જાહેર પ્રશ્નો પણ રજૂ થયા હતા.
નાયબ કલેક્ટરે કેટલીક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો, જ્યારે અન્ય અરજીઓ અંગે અરજદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાકીની અરજીઓના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રજાજનોના પ્રશ્નોનું સમયસર અને પારદર્શક રીતે નિરાકરણ લાવવું એ તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને નિયમોનુસાર તેમની સમસ્યાઓનો ઉકેલ આવે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે.
મુલાકાતી દિવસ દરમિયાન, અરજદારોને તેમની અરજીઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું. વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને પ્રશ્નોના વહેલાસર નિકાલ માટે સક્રિયપણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
📲Get App