🔥 TRENDING प्रशासनिक नाकामी या शह? केशवाही क्षेत्... મોબાઈલચોરવાની આ રીત જોઈને તમેચોકી જશો Sikkim MP Calls for In‑Depth Safety Au... Inventiva Founder Nitin Naresh Charged... Sikkim Pollution Control Board mandate... দমদমের পথকুকুর 'অলকা' এখন বিশ্ববিখ্যাত...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ગ્રામ્ય પોલીસે 14.25 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો, મહારાષ્ટ્રથી આરોપી ઝડપાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 10:18 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે ફૂલ વેચતા વૃદ્ધાના ઘરે થયેલી 14.25 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપી અને સોનીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે રણછોડનગર સ્થિત હનુમાનજી મંદિરે ફૂલો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા 60 વર્ષીય અલકાબેન વસંત માળીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત 4 ઓગસ્ટના રોજ ચોરોએ કબાટ તોડીને કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ ₹14.28 લાખની મતાની ચોરી કરી હતી. આ મામલે કીમ પોલીસ મથકે અરજી અને 19 ઓગસ્ટે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સુરત ગ્રામ્ય પોલીસે આ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી થયેલા મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ ખાતેથી મુખ્ય આરોપી તસ્કરને ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં, ચોરીનું સોનું ખરીદનાર જલગાંવના એક સોનીને પણ પોલીસે અટકાયતમાં લીધો છે.

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરી થયેલ તમામ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹14.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોતાની મહેનતની કમાણી પરત મળતાં અત્યંત ભાવુક બનેલા પીડિત મહિલા અલકાબેન વસંત માળીએ સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે રૂબરૂ મુલાકાત કરીને પોલીસ તંત્ર અને સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
📲Get App