राजनीति
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રક્ષાબંધન પર 14 મહિલા ધારાસભ્યોને 28 કરોડની ગ્રાન્ટ આપી
यहाँ देखें:
▶️ YouTube
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યામાં 14 મહિલા ધારાસભ્યોને પ્રતિએક 2 કરોડ રૂપિયા આપીને રોડ વિકાસ માટે કુલ 28 કરોડની ગ્રાન્ટ ફાળવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને રક્ષાબંધનના એક દિવસ પહેલા અમદાવાદમાં પરત ફર્યા. પરત આવતાં જ તેમણે રક્ષાબંધન પર્વની ઉજવણીમાં 14 મહિલા ધારાસભ્યોને કુલ 28 કરોડ રૂપિયા ગિફ્ટ રૂપે આપવાનો નિર્ણય કર્યો.
રાજ્ય વિધાનસભામાં શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોના 9 અને 5 મહિલા ધારાસભ્યોને પસંદ કરીને, દરેકને 2 કરોડ રૂપિયા વિકાસલક્ષી ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવી. આ રકમ તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ કામો માટે ઉપયોગમાં લેવાશે.
મહિલા ધારાસભ્યોમાં માલતી મહેશ્વરી (ગાંધીધામ), પાયલ કુકરાણી (નરોડા), રીટાબેન પટેલ (ગાંધીનગર ઉત્તર), કંચનબેન રાદડિયા (ઠક્કરબાપાનગર), દર્શના વાઘેલા (અસારવા), ડૉ. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ), ભાનુબેન બાબરિયા (રાજકોટ ગ્રામ્ય), ગીતાબા જાડેજા (ગોંડલ), રીવાબા જાડેજા (જામનગર ઉત્તર), સેજલ પંડ્યા (ભાવનગર પૂર્વ), નિમિષાબેન સુથાર (મોરવા હડફ), મનિષા વકીલ (વડોદરા), દર્શના દેશમુખ (વાનસાવા, નાંદોદ), સંગીતા પાટીલ (લીંબાયત) સામેલ છે.
મુખ્યમંત્રીનું આ જનહિતલક્ષી પગલું સંબંધિત મત ક્ષેત્રોમાં કનેક્ટિવિટી સુધારી, રોડની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવશે અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપશે.