🔥 TRENDING ग्राम कड़वाला में माँ रातडिया रानी के... 12 अक्टूबर 2026: देश-दुनिया की मुख्य ख... मुफ्त राशन के लिए मोबाइल खरीदना जरूरी... 12 अक्टूबर 2026: रात की बड़ी खबरें, दे... ग्वालियर नगर निगम में 321 आउटसोर्स पदो... प्रदूषण विभाग नहीं कर रहा कार्यवाही
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

બાળકો વિનામૂલ્ય રહેવાની સગવડ સાથે મફત શિક્ષણ આપતા સંકુલ કુકેરીમાં કાશી બા ગોટી ટ્રસ્ટ સુરત આયોજિત સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિ સાચું શિક્ષણનો 135મો વૈચારિક કાંતિ સેમિનાર યોજાયો

✍️ Reporter: Kamlesh Solanki 🗓 12 Oct 2026, 09:40 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાશી બા ગોટી ટ્રસ્ટ સુરત આયોજિત સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિ સાચું શિક્ષણનો 135મો વૈચારિક કાંતિ સેમિનાર યોજાયો

આજ રોજ ચીખલી તાલુકાના કુકેરી ગામમાં વર્ષ 2005 માં માલવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાન્તા બા વિધાલય ની શરૂઆત નાની ઝૂંપડી અને 18 બાળકોથી કરી અને હાલ આ સંકુલમાં 1500 બાળકો વિનામૂલ્ય રહેવાની સગવડ સાથે મફત શિક્ષણ મેળવી રહ્યા હોય જેમાં પણ ઉમેરવું રહ્યું કે પ્રવેશ પણ કેવા બાળકો ને સાહેબ અનાથ, સિંગલ પેરેન્ટ ક્યાં તો ખૂબ ગરીબ બાળકો ને મળે છે. આ સંકુલમાં આજ રોજ કાશી બા ગોટી ટ્રસ્ટ સુરત આયોજિત સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિ સાચું શિક્ષણનો 135મો વૈચારિક કાંતિ સેમિનાર માર્ગદર્શક શ્રી શૈલેશભાઈ સગપરીયા સાહેબ અને કાશી બા ગોટી ટ્રસ્ટ સુરત ના અધ્યક્ષ શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટી સાહેબના ઉપસ્થિતમાં યોજાયો.
શૈલેશભાઈ સગપરીયા સાહેબે બાળકો ને સ્વામી વિવેકાનંદની સંકલ્પ શક્તિ , સમર્પણ, સંયમ, પરિશ્રમ ની વાતો નિખાલસ અને પ્રભાવિત ઢબ થી અને ઉદાહરણ આપી બાળકોને સમજણ આપી. વધુ કહ્યું કે આજે જે હું અહીંયા તમારી સાથે ઊભો છું જે સખત મહેનતનું ફળ છે. પરિશ્રમ કરવાથી શું નથી મળતું જે જોઈએ તે મળે છે તેનું ઉદાહરણ તે પોતે છું. બાળકોને માનવ મૂલ્ય વિશે પણ આદર્શ મહાન લોકોનો દૃષ્ટાંત થકી સમજાવ્યું. કેશુભાઈ ગોટી સાહેબે પોતાનું જીવન માનવ મૂલ્ય ના જતન પાછળ હોમી દીધું. વધુ ભાર આપતા કહ્યું કે નવી પેઢી ને નાનપણ થી સારા સંસ્કાર મળશે તો આ દેશ ચાલી શકશે.
અંતે આ સંસ્થા ના સ્થાપક શ્રી પરિમલભાઈ પરમાર સાહેબ અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો આભાર વ્યક્ત કર્યો, આ સંકુલની મુલાકાત જરુર થી લેજો અને આ સંસ્થા સંપૂર્ણ દાન પર નિર્ભર છે.આપનો એક રૂપિયો કેટલા બાળકોનું ભવિષ્ય બદલી શકે છે.
📲Get App