🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેપાળમાં વિનાશક પૂર બાદ રાષ્ટ્રીય શોક, 1300થી વધુ મૃત્યુ
International

નેપાળમાં વિનાશક પૂર બાદ રાષ્ટ્રીય શોક, 1300થી વધુ મૃત્યુ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Sep 2026, 06:47 PM 👁 42
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

26 ઓગસ્ટે થયેલી ભોટેકોશી નદીની પૂર અને ગ્લેશિયર તૂટવાની દુર્ઘટનાથી નેપાળ અને તિબેટમાં 1,300થી વધુ લોકોનું મૃત્યુ અને હજારો લાપતા, આજે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે.

નેપાળમાં 26 ઓગસ્ટે થયેલી વિનાશક ભોટેકોશી નદીનું પૂર અને ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના બાદ આજે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ નેપાળ અને તિબેટ વિસ્તારોમાં 1,300થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને હજારો લોકો હજુ પણ લાપતા છે.

નેપાળ સરકાર અનુસાર, રેસ્ક્યુ અને રાહત કામગીરીનો 13મો દિવસ છે. રાસુવા સહિતના વિસ્તારોમાં ઘરો, રસ્તા, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે.

ગુમ થયેલા લોકોની ઓળખ માટે ભારત સહિત વિવિધ દેશોની ફોરેન્સિક ટીમો DNA તપાસમાં સહાય કરી રહી છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા લગભગ 900 કામદારો અંગે ચિંતા છે, જેમમાં કેટલાક સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે અને બચાવ કામગીરી ચાલુ છે.

સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા તાત્કાલિક સહાય અને પુનઃનિર્માણ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
📲Get App