🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતની અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષીય સગીરાની હત્યાનો કેસ: સાવકા પિતાની ધરપકડ
Local

સુરતની અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષીય સગીરાની હત્યાનો કેસ: સાવકા પિતાની ધરપકડ

✍️ Reporter: Dhaval Maheta 🗓 09 Sep 2026, 05:02 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષીય સગીરાની હત્યાના કેસમાં, ફોરેન્સિક તપાસમાં દુષ્કર્મ સાબિત થયા બાદ સાવકા પિતાની ધરપકડ કરવામાં આવી.

સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂન, 2024માં 13 વર્ષીય સગીરાના બીમારીના કારણે થયેલા મોત કેસમાં બે વર્ષે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં સગીરાના મોત પહેલા દુષ્કર્મ આચર્યાના ખુલાસો થયો, પોલીસે પુરાવાના આધારે વધુ તપાસ કરી તો આ કુકર્મ મૃતકના સાવકા બાપે જ કર્યાનું સામે આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

2 વર્ષ પહેલા શું બન્યું હતું?

8 જૂન, 2024ના દિવસે મૃતક સગીરાના ભાઈએ સુરતની અઠવાલાઈન્સ પોલીસ સમક્ષ જાહેરાત આપી હતી કે, તેની બહેનને અચાનક ઉલ્ટીઓ થયા બાદ મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા હતા. 108માં હોસ્પિટલ ખસેડી તો ડોકટરોએ મૃત જાહેર કરી. જે તે સમયે અકસ્માત મોત દાખલ કરી નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકના વિસેરા અને અન્ય નમૂનાઓ લઈ FSLમાં મોકલી દેવાયા હતા.

ફોરેન્સિક PM રિપોર્ટમાં દુષ્કર્મ થયાનો ધડાકો

બનાવના 2 વર્ષ બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ તરફથી પોલીસને ફાઈનલ 'કોઝ ઓફ ડેથ' સર્ટિફઇકેટ સોંપવામાં આવ્યું. રિપોર્ટ જોતા પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા. રિપોર્ટમાં સ્પષ્ટ નોંધ હતી કે, બાળકીનું મોત ફેફસાની બીમારીથી થયું છે, પરંતુ સાથે જ તેણીના શરીર પર સામાન્ય ઈજાના નિશાન અને ગુપ્ત ભાગે બળજબરીપૂર્વકના શારીરિક અત્યાચાર તેમજ સીમેનના અવશેષો મળી આવ્યા હતા. બીમારીથી ઝઝૂમતી લાચાર સગીરા સાથે મોતના થોડા સમય પહેલાં જ જધન્ય કૃત્ય આચરાયું હોવાનું સાબિત થતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધ્યો.દુષ્કર્મ થયાનું સાબિત થયા બાદ પોલીસ આ રીતે આરોપી સુધી પહોંચી

તપાસ દરમિયાન મૂળ ફરિયાદ આપનાર મૃતકનો ભાઈ નેપાળ જતો રહ્યો હતો અને સંપર્કવિહોણો બન્યો હતો. અઠવાલાઇન્સ પોલીસે બાળકીની શાળા, ચોટા બજારની દુકાનો જ્યાં તેણીએ કામ કર્યું હતું અને પરિવારે 2024થી અત્યાર સુધી બદલેલા તમામ મકાનોની મુલાકાત લીધી. આસપાસના સાહેદોની પૂછપરછમાં સામે આવ્યું કે, સગીરાનો 45 વર્ષીય સાવકો પિતા અવારનવાર તેની સાથે મારઝૂડ કરતો અને પરિવારમાં નશાની લતના કારણે રોજ ઝઘડા થતા.

આ શંકાના આધારે પોલીસે સાવકા પિતાને અટકાયતમાં લઈ તેના DNA સેમ્પલ લીધા હતા. FSLતપાસમાં બાળકીના ગુપ્ત ભાગમાંથી મળેલા નમૂના સાથે સાવકા પિતાનું DNA 100 ટકા મેચ થઈ જતાં પોલીસે ધરપકડ કરી લીધી.

પરિવારના જ વ્યક્તિ પર શંકા હતી: DCP

સુરત શહેર ડીસીપી નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, "અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2024માં 8 જૂનના રોજ એક અકસ્માત મોત દાખલ થઈ હતી, જેમાં 13 વર્ષ 6 માસની છોકરીનું મોત ફેફસાની બીમારીના કારણે પોસ્ટમોર્ટમમાં આવેલ હતું. આ

પોસ્ટમોર્ટમ બે વર્ષ પછી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આવ્યો અને આ રિપોર્ટમાં મોતના કારણ સિવાય પ્રાઇવેટ અંગોમાં સીમેનની હાજરી પણ સામે આવી હતી.

આ સમાચાર પણ વાંચોઃ

સાવકા બાપે સગીર પુત્રી પર 2 મહિના સુધી દુષ્કર્મ આચર્યુંઅમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બાપ-દીકરીના સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સાવકા પિતાએ પોતાની જ 17 વર્ષીય સગીર દીકરી સાથે છેલ્લા બે મહિનાથી સતત દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત સામે આવી છે. સગીરાની માતા વ્યવસાયે શિક્ષિકા હોવાથી સવારે નોકરી પર જતી રહેતી હતી, જેનો ફાયદો ઉઠાવીને આરોપી પિતા ઘરમાં રહેતી એકલી સગીર દીકરી પર સતત 2 મહિનાથી કુકર્મ કરતો હતો. આ ઘટનાની ખબર પડતા શિક્ષિકા માતાએ ઘરમાં છૂપી રીતે મોબાઈલ વીડિયો રેકોર્ડિંગ ચાલુ રાખીને પુરાવા એકત્ર કર્યા અને ચાંદખેડા પોલીસ

સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
📲Get App