નર્મદા જિલ્લા કક્ષાના પરંપરાગત રમતોત્સવમાં સુરવા પ્રાથમિક શાળાનો ડંકો: ખો-ખો અને કબડ્ડીમાં ત્રણ ટીમોએ મેળવ્યા ઇનામ, કુલ રૂ. 13 હજારનું રોકડ પુરસ્કાર જીત્યું
નર્મદા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 17 નવેમ્બર, 2026ના રોજ ધાબા ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પરંપરાગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં તિલકવાડા તાલુકાની સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી હતી. શાળાના આચાર્ય રેવાભાઈ તાવિયાડના માર્ગદર્શન અને સતત પ્રેક્ટિસના પરિણામે શાળાની ચાર ટીમોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાંથી ત્રણ ટીમોએ ઇનામ મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું.
રમતોત્સવનો પ્રારંભ જિલ્લા ભાજપ અધ્યક્ષ શબ્દશરણ તડવી, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલ, ભાજપ કાર્યકર ભારતીબેન તડવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. વિવિધ સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં સુરવા પ્રાથમિક શાળાની કુમાર ખો-ખો ટીમે તૃતીય સ્થાન મેળવી રૂ. 3,000નું ઇનામ મેળવ્યું હતું. જ્યારે કન્યા ખો-ખો ટીમે દ્વિતીય સ્થાન સાથે રૂ. 5,000 અને કન્યા કબડ્ડી ટીમે પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રૂ. 5,000નું રોકડ ઇનામ મેળવ્યું હતું. આમ, શાળાની ત્રણ ટીમોએ કુલ રૂ. 13,000ના રોકડ પુરસ્કાર મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી.
એક જ શાળાની ત્રણ ટીમોએ વિજેતા બની ઇનામ મેળવતાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની રમતગમત પ્રત્યેની મહેનત અને શાળાના પ્રયાસોની સરાહના કરી હતી. આચાર્ય રેવાભાઈ તાવિયાડના માર્ગદર્શન અને બાળકોની નિયમિત મહેનતથી સુરવા પ્રાથમિક શાળાએ ફરી એકવાર નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકા, શાળા અને ગામનું નામ રોશન કર્યું હતું.