🔥 TRENDING Heavy Rain Pours Over Chennai Tonight,... Tamil Nadu Introduces Streamlined GST... Kolkata Durga Puja stampede probe to b... 19 Dead in Kolkata Stampede; CM Suvend... Bihar tops eastern India in feeder‑lev... Maharashtra CEO proposes removal of fi...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહીસાગરમાં સ્ટેમ્પ ચોરીમાં નાયબ કલેક્ટરની લાલ આંખ, 13 અસલ દસ્તાવેજો જપ્ત

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 19 Oct 2026, 12:40 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગરમાં સ્ટેમ્પ ચોરી કેસમાં નાયબ કલેક્ટરને પકડવામાં આવ્યા અને 13 અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા.

મહીસાગરમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી સામે તંત્રની લાલ આંખ!

મહીસાગર જિલ્લામાં મહેસૂલી આવકનું નુકસાન અટકાવવા માટે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

લીમડીયા અને લુણાવાડા વિસ્તારના 70 થી વધુ કોમર્શિયલ એકમો - જેમાં શોરૂમ, હોસ્પિટલ, ચા-નાસ્તાની દુકાનો અને કંપનીની બ્રાન્ચનો સમાવેશ થાય છે - ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે. લાખો રૂપિયાના ભાડાકરાર સામે માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પનો ઉપયોગ કરવાની ગંભીર અનિયમિતતા ઝડપાઈ છે.

આ મામલે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ 33 હેઠળ કાર્યવાહી કરી, 73.36 લાખની ભાડાકરારની રકમના કુલ 13 અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

સ્ટેમ્પ ચોરો સામે તંત્રની આ કાર્યવાહીથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.
📲Get App