🔥 ट्रेंडिंग ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ: વાહનચાલ... લિંબાયત પોલીસે ૩૫ પેટી અંગ્રેજી દારૂ સ... જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 12 ઓક્ટો... जम्मू-कश्मीर और लद्दाख में सकुना समृद्... जम्मू-कश्मीर के डाकघर निर्यातकों और का... ટુરિસ્ટ વ્હીકલ ઓનર વેલફેર એસોસિયેશન નવ...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં 13 વર્ષના સગીર પર દુષ્કર્મ: સુપરવાઇઝર ક્રિષ્નાનંદ મિશ્રાની ધરપકડ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 अक्टू. 2026, 06:35 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક 13 વર્ષીય સગીર પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર આરોપસર પોલીસે 45 વર્ષીય સુપરવાઇઝર ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રાની ધરપકડ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને અરેરાટીજનક ગુનાહિત કૃત્ય સામે આવ્યું છે. હજીરાની એક મોટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર 3 નજીક આવેલી રેસિડેન્સીમાં રહેતા 45 વર્ષીય ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રા નામના આધેડે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે.

સમાજમાં જવાબદાર હોદ્દો ધરાવતા આ આરોપીએ પુત્રની વયના માત્ર 13 વર્ષના દીકરાને શિકાર બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આરોપ છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ ગંભીર અપરાધ મામલે ઈચ્છાપોર પોલીસે આરોપી ક્રિષ્નાનંદ મિશ્રાની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
📲Get App