Crime
સુરતમાં 13 વર્ષની સગીરા સાથે અશ્લીલ વર્તન કરનાર દુકાનદારને 2 વર્ષની કડવી સજા
સુરતની ખાસ પોક્સો કોર્ટે 13 વર્ષની સગીરા સાથે જાતીય સતામણી કરવાના કેસમાં 44 વર્ષીય કરિયાણાના દુકાનદારને 2 વર્ષની સખત કેદ અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સુરતની ખાસ પોક્સો કોર્ટે 13 વર્ષની સગીરા સાથે અશ્લીલ વર્તન કરી જાતીય સતામણી કરવાના ગંભીર કેસમાં 44 વર્ષીય કરિયાણાના દુકાનદારને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-79 તથા પોક્સો એક્ટની કલમ-11(1) હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે.
આરોપીની સજાનો નિર્ણય અધિક સેશન્સ જજ હિતેશકુમાર એમ. વ્યાસે કર્યો છે. કોર્ટે આરોપીને 30,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અદાલતે સ્પષ્ટતા કરી છે કે જો આરોપી દંડ ન ભરે, તો તેણે વધુ 6 માસની કેદ ભોગવી પડશે.
કોર્ટે પીડિતાને ન્યાય આપવા માટે વધુ આદેશ પણ આપ્યો છે. અદાલતે હુકમ કર્યો છે કે દંડની રકમમાંથી 25,000 રૂપિયા પીડિતાને વળતર પેટે ચૂકવવામાં આવશે. આમ, આરોપીને સજા અને દંડ બંને સ્વરૂપે સજા ફટકારવામાં આવી છે.