🔥 TRENDING Goa High Court to Announce Verdict on... 4th Conference of Mining Ministers to... India’s metro network swells to 1,200... Saran district tightens firecracker sa... ग्रामीण समाज सेवा शिविर का सफल आयोजन સૌર મંડળમાં તારાઓની પાછળ છુપાયેલ પ્લુટ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વલસાડ જિલ્લામાં 13-18 નવેમ્બર જનજાતિય ગૌરવ દિવસની વિશેષ ઉજવણી

✍️ Reporter: Makvana Chandravadan Bahadurblhai 🗓 05 Nov 2026, 02:00 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડમાં 13 થી 18 નવેમ્બર સુધી જનજાતિય ગૌરવ દિવસનું આયોજન, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ અને વિવિધ કાર્યક્રમો સામેલ છે.

વલસાડ જિલ્લામાં 13 થી 18 નવેમ્બર સુધી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઈ/ચા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણાના અધ્યક્ષસ્થાને કલેક્ટરાલયમાં બેઠક યોજાઈ, જેમાં સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

15 નવેમ્બરના મુખ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ 9183 વન અધિકાર અધિનિયમ‑2006 હેઠળ કુંવરબાઇનું મામેરૂ, વ્યક્તિગત આવાસ સહિતના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે.

15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને અનુલક્ષીને છ સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાશે: (1) લાલ ડુંગરી, બામટી, ધરમપુર; (2) હેલીપેડ ગ્રાઉન્ડ, નાનાપોંઢા; (3) સરઈ મેદાન, ઉમરગામ; (4) ચંદ્રમૌલેશ્વર હોલ, વલસાડ; (5) નગરપાલિકા ઑડિટોરિયમ હોલ, પારડી; (6) મહાનગરપાલિકા ઑડિટોરિયમ હોલ, વાપી.

13 ઓક્ટોબરે આદિવાસી યુવા સંવાદ‑સંમેલન 500 યુવાઓ સાથે યોજાશે, 14 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજી અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીની પ્રતિમાઓની સફાઈ અને પુજાવિધિ, 16 નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, 17 નવેમ્બરે પરંપરાગત રમતોની સ્પર્ધા અને 18 નવેમ્બરે મહિલા સંમેલનનું આયોજન છે.

પ્રાયોજક આસ્થા સોલંકી દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી, અને અધિકારીઓએ આદિવાસી વિસ્તારોમાં સુચારૂ આયોજન માટે તમામ પગલાં લેવા વિનંતી કરી.
📲Get App