🔥 ट्रेंडिंग દાહોદમાં ચાર તસ્કરો મહિલાનાં કપડાં પહે... અકુદરતી સંબંધની માગણી મુદ્દે સાથી મજૂર... સુરતમાં ઘરની ચાવી શોધીને ચોરી કરતો ચોર... एटा में लाइसेंसी बंदूक चोरी के बाद पुल... ದೇವರಗುಡ್ಡದ ಹಿರಿಯ ಸಾಹಿತಿ, ಕಲಾವಿದ ಭೀಮರಾಯ... દાહોદમાં ચાર તસ્કરો મહિલાનાં કપડાં પહે...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાવચેતી એ જ સુરક્ષા - દિવાળી પર્વમાં સુરક્ષિત મુસાફરી માટે લુણાવાડા ટાઉન પોલીસની 12 મુદ્દાની જાહેર અપીલ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 05 नव. 2026, 08:27 AM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવચેતી એ જ સુરક્ષા - દિવાળી પર્વમાં સુરક્ષિત મુસાફરી માટે લુણાવાડા ટાઉન પોલીસની 12 મુદ્દાની જાહેર અપીલ

નમસ્કાર!

ગુજરાત પોલીસ, લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી દિવાળી પર્વ નિમિત્તે આપ સૌને સુરક્ષિત મુસાફરી માટે જાહેર અપીલ.



ભીડના સમયમાં આપની સાવચેતી એ જ આપની સુરક્ષા છે. તો ધ્યાન આપો આ 12 ખાસ સૂચનાઓ પર.



એક - બસમાં ચઢતી-ઉતરતી વખતે ભીડનો લાભ લઈ ખિસ્સા કપાય છે, માટે મોબાઈલ, પાકીટ અને રોકડનું ખાસ ધ્યાન રાખો.

બે - સોના-ચાંદીના દાગીના પહેરીને ભીડવાળી બસમાં મુસાફરી ન કરો.

ત્રણ - બસ ડેપો પર સામાન મૂકીને દૂર ન જાઓ, અને અજાણી વ્યક્તિને સામાન સાચવવા ન આપો.

ચાર - બારી પાસે બેઠા હોવ ત્યારે મોબાઈલ બહાર ન કાઢો.

પાંચ - અજાણી વ્યક્તિ કઈ પણ ખાવા-પીવાનું આપે તો ન લો, તેમાં નશીલો પદાર્થ હોઈ શકે છે.

છ - ટિકિટના નામે કોઈ પૈસા માંગે તો સાવધાન રહો, માત્ર અધિકૃત કાઉન્ટર પરથી જ ટિકિટ લો.

સાત - બાળકો સાથે હોવ તો તેમનો હાથ પકડી રાખો, ભીડમાં છૂટા ન મૂકવા.

આઠ - રાતની મુસાફરીમાં કિંમતી સામાન સીટ નીચે ન મૂકો, હંમેશા પોતાની પાસે જ રાખો.

નવ - ટ્રેનમાં સૂતી વખતે બેગ ખોળામાં રાખો, પગ પાસે નહીં.

દસ - લાવારિસ સામાન કે શંકાસ્પદ બેગ દેખાય તો તરત પોલીસને જાણ કરો.

અગિયાર - બહારગામ જતા પહેલા ઘરના બારી-દરવાજા બરાબર બંધ કરો અને પાડોશીને જાણ કરો.

અને બાર - કોઈ પણ ચોરી કે છેતરપિંડી થાય તો તરત જ ૧-૧-૨ પર કોલ કરો.



લુણાવાડા ટાઉન પોલીસ આપ સૌને સુરક્ષિત અને શુભ દિવાળીની શુભકામનાઓ પાઠવે છે.

યાદ રાખો, સત્ય, સેવા, સુરક્ષા!
📲Get App