🔥 TRENDING પલસાણા: તાતીથૈયાની સિદ્ધિ વિનાયક મિલમા... સુરત વન વિભાગ દ્વારા 'પોપટ બચાવો અભિયા... तीन नाबालिग लड़कियाँ भीख मांगने को मजब... માંડવી તાલુકા હેલ્થ સેન્ટરમાં ટીબી મુક... માંડવી તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયા... 🚨 ગરબા માટે પોલીસ દ્વારા 44 મહત્વપૂર્...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા: મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધમાં કોંગ્રેસ 12 ઓક્ટોબરે હિંમતનગરમાં કરશે પ્રદર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 10:25 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે આગામી 12 ઓક્ટોબરે હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની કામગીરી અને ચૂંટણી પ્રક્રિયા સામે વિરોધ નોંધાવવા માટે એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. હિંમતનગર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉકટર તુષાર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગેની માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે આગામી 12 ઓક્ટોબરે હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે,જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે..

ડૉકટર તુષાર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન માત્ર સ્થાનિક સ્તરે સીમિત નહીં રહે.1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા રાષ્ટ્રીય સ્તરના વિરોધ પ્રદર્શનમાં પણ સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકરો જોડાશે.તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ચૂંટણી પંચના અધિકારીની કામગીરીનો વિરોધ કરી રહી છે,જ્યારે ભાજપ તેમના બચાવમાં ઉતરી આવ્યું છે.કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદારોના અધિકારના મુદ્દાને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે અગાઉ પણ વિવિધ સ્થળોએ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.ડૉકટર ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં પણ કોંગ્રેસ આ મુદ્દે પોતાનો વિરોધ ચાલુ રાખશે અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટે અવાજ ઉઠાવશે.
📲Get App