Local
અમરેલી-સાવરકુંડલા રોડ ફાટક 12 કલાક વાહન વ્યવહાર માટે બંધ રહેશે
અમરેલી-ચલાલા MG સેક્શનના લેવલ ક્રોસિંગ નં. 24 C (સાવરકુંડલા રોડ ફાટક) પર ઓવર હોલીંગના કામકાજને કારણે વાહન વ્યવહાર 12 કલાક માટે બંધ રાખવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના સિનિયર સેક્શન એન્જિનિયર (પી. વે) અમરેલી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અમરેલી-ચલાલા MG સેક્શન પર આવેલા લેવલ ક્રોસિંગ નં. 24 C, જે સાવરકુંડલા રોડ ફાટક તરીકે ઓળખાય છે, ત્યાં ઓવર હોલીંગનું મહત્વપૂર્ણ કામ હાથ ધરવામાં આવનાર છે.
આ કામગીરી તા. 01.10.2026 ના રોજ રાત્રે 21.00 કલાકથી શરૂ થઈને તા. 02.10.2026 ના રોજ સવારે 09.00 કલાક સુધી, એટલે કે કુલ 12 કલાક સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, સાવરકુંડલા રોડ ફાટક વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
આ કામગીરી સરળતાથી પાર પડે તે માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા મામલતદાર અમરેલી અને ચીફ ઓફિસર નગરપાલિકા અમરેલીને પત્ર પાઠવી સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રી અમરેલી, Sr. DEN (C) ભાવનગર, ADEN, IPF વેરાવળ, ST ડેપો અમરેલી, PI અમરેલી પોલીસ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર (R & B) ને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને જરૂરી સ્ટાફ તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે.
આથી, વાહન ચાલકોને વિનંતી છે કે તેઓ નિર્ધારિત સમય દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે અને રેલ્વે તંત્રને સહકાર આપે.