🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં બિનઅધિકૃત તબીબી પ્રેક્ટિસનો પર્દાફાશ, 12 પાસ શખ્સ ઝડપાયો

સાંતલપુરમાં બિનઅધિકૃત તબીબી પ્રેક્ટિસનો પર્દાફાશ, 12 પાસ શખ્સ ઝડપાયો

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 20 Sep 2026, 09:36 AM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં બિનઅધિકૃત તબીબી પ્રેક્ટિસનો પર્દાફાશ, 12 પાસ શખ્સ ઝડપાયો

સાંતલપુર પોલીસ અને SOG ટીમ દ્વારા બિનઅધિકૃત તબીબી પ્રેક્ટિસ કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી ડિગ્રી અને લાયસન્સ વગર ક્લિનિક ચલાવી લોકોને દવાઓ આપી સારવાર કરતો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.

પોલીસે સ્થળ પરથી દવાઓ, ઇન્જેક્શન, BP મશીન, સ્ટેથોસ્કોપ સહિત તબીબી સાધનો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 24,841 જેટલી થાય છે.

આરોપી માત્ર 12 પાસ હોવાનું સામે આવ્યું છે અને તેની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ નથી.

આ કામગીરી SOG અને સાંતલપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.
📲Get App