🔥 TRENDING અમદાવાદમાં ખોડલધામ ગરબા મહોત્સવમાં મુખ... மேட்டூா் அணையில் இருந்து டெல்டா பாசனத்... અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ઓગણજ-ભાડજ... અમદાવાદમાં ખોડલધામ ગરબા મહોત્સવમાં મુખ... सिलिकोसिस से पिंटू सैनी का निधन, परिवा... India vs West Indies T20I Final to Be...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનો ડંકો, 12માંથી 12 સ્પર્ધામાં વિજેતા બની રચ્યો ઇતિહાસ

તિલકવાડા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનો ડંકો, 12માંથી 12 સ્પર્ધામાં વિજેતા બની રચ્યો ઇતિહાસ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 16 Oct 2026, 07:50 AM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં યોજાયેલા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલી તમામ 12 સ્પર્ધાઓમાં ઇનામ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ કરીને લોકનૃત્ય, રાસ અને સમૂહગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાએ સમગ્ર તાલુકામાં ગૌરવ વધાર્યું હતું.
ગુજરાત રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત કલા મહાકુંભ અંતર્ગત તિલકવાડા તાલુકામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભા, મહેનત અને ઉત્સાહથી ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
શાળાના આચાર્યશ્રી રેવાભાઈ તાવીયાડના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓએ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તમામ 12 સ્પર્ધાઓમાં ઇનામ મેળવી શાળાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
વક્તૃત્વ સ્પર્ધામાં ઉર્વશી બારીયાએ પ્રથમ ક્રમ અને કિંજલ બારીયાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. નિબંધ સ્પર્ધામાં સૃષ્ટિ બારીયાએ દ્વિતીય ક્રમ અને ધાર્મિક તડવીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
ભરતનાટ્યમ સ્પર્ધામાં કિંજલ એમ. બારીયાએ પ્રથમ ક્રમ, ઉર્વશી જે. બારીયાએ દ્વિતીય ક્રમ અને કિંજલ કે. બારીયાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભજન સ્પર્ધામાં રીતા બારીયાએ દ્વિતીય ક્રમ અને અપેક્ષા બારીયાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
લગ્નગીત સ્પર્ધામાં નેહા બારીયાએ દ્વિતીય ક્રમ અને અપેક્ષા એમ. બારીયાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ગરબા સ્પર્ધામાં પ્રાચીને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
રાસ સ્પર્ધામાં સુરવા પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી હતી. લોકનૃત્ય સ્પર્ધામાં પણ શાળાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સમૂહગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી વિદ્યાર્થીઓએ પોતાની સંગીત પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
એકપાત્રીય અભિનય સ્પર્ધામાં માનસી બારીયાએ પ્રથમ ક્રમ અને પારૂલ બારીયાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. સુગમ સંગીત સ્પર્ધામાં ખુશી વસાવાએ પ્રથમ ક્રમ, શિલ્પા તડવીએ દ્વિતીય ક્રમ અને હર્ષિકા બારીયાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે તબલાવાદન સ્પર્ધામાં ચેતન તડવીએ તૃતીય ક્રમ મેળવી શાળાની સફળતામાં વધારો કર્યો હતો.
આમ, સુરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલી બારેય સ્પર્ધાઓમાં ઇનામ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી હતી. વિદ્યાર્થીઓની આ સફળતા તેમની મહેનત, લગન, કલાત્મક પ્રતિભા અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિને પગલે શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આચાર્યશ્રી રેવાભાઈ તાવીયાડ અને શાળાના તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિ સમગ્ર તિલકવાડા તાલુકા માટે ગૌરવની બાબત બની છે.
સુરવા પ્રાથમિક શાળાના તમામ વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરીને શાળા તથા તિલકવાડા તાલુકાનું નામ રોશન કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
📲Get App