🔥 ट्रेंडिंग भारत में सरकारी स्कूलों की संख्या में... एलपीयू में बेकाबू बवाल: दुष्कर्म और छा... बिहार ने 165 करोड़ का बौद्ध केंद्र और... भारी हिमपात से Hemkund Sahib यात्रा नि... उत्तर प्रदेश में भारी वर्षा से 57 लोग... द पैराडाइस ने चौथे दिन की बॉक्स‑ऑफिस क...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું 'ડ્રગ્સ ક્લીન સિટી' અભિયાન: 12 દિવસમાં 10 આરોપીઓની ધરપકડ
अपराध

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું 'ડ્રગ્સ ક્લીન સિટી' અભિયાન: 12 દિવસમાં 10 આરોપીઓની ધરપકડ

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 21 अग. 2026, 06:44 PM 👁 41
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં છેલ્લા 12 દિવસમાં 8 ગુના નોંધી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે 'ડ્રગ્સ ક્લીન સિટી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 12 દિવસના ટૂંકા ગાળામાં ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સંબંધિત 8 અલગ-અલગ ગુનાઓ નોંધીને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સના કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પોલીસની તપાસમાં વધુ 7 આરોપીઓ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.
📲Get App