🔥 TRENDING आधार अपडेट करून घ्यावे कारण नंतर अडचण... લાઠી નજીક ST ડ્રાઈવરે જીવના જોખમે વિદ્... उन्नाव में बच्चों से भरी बस में लगी आग... કીમ-ઓલપાડ માર્ગ પર રખડતાં ઢોરનો ત્રાસ:... Faridabad Murder: Wife and Lover Arres... Sharvari Credits Sooraj Barjatya for N...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: જનરક્ષક 112 ટીમે યુવતીનો જીવ બચાવી દેવદૂત બની

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:23 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોડાદરામાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં સારોલી પોલીસની જનરક્ષક 112 ટીમે સમયસર પહોંચી દરવાજો તોડી યુવતીને બચાવી લીધી.

સુરત શહેર પોલીસની જનરક્ષક 112 ટીમ ફરી એકવાર નાગરિકો માટે દેવદૂત સાબિત થઈ છે. ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સારોલી પોલીસની ટીમે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડી નાખ્યો હતો અને અર્ધબેભાન હાલતમાં રહેલી યુવતીને ખોળામાં ઊંચકી સીડીઓ પરથી નીચે દોડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી નવજીવન આપ્યું હતું. આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસની સરાહનીય તત્પરતા જોવા મળે છે.

રાત્રે આશરે 12.10 વાગ્યે સુરત પોલીસ કંટ્રોલ રૂમના જનરક્ષક 112 પર એક ઇમરજન્સી કોલ આવ્યો હતો. કોલરે અત્યંત ગભરાયેલા અવાજે જણાવ્યું કે, તેની બહેને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો છે અને તે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરી રહી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશન હસ્તકની જનરક્ષક ટીમને રવાના કરવામાં આવી હતી.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતીના ભાઈએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અંદરથી બંધ હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ ટીમે તાત્કાલિક દરવાજો તોડી નાખ્યો હતો. અંદર યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી અને તે અર્ધબેભાન હતી. પોલીસે તાત્કાલિક યુવતીને નીચે ઉતારી, તેને ખોળામાં ઊંચકીને સીડીઓ પરથી નીચે દોડી આવી અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, યુવતીની સમયસર સારવાર મળવાને કારણે તેનો જીવ બચી ગયો છે.
📲Get App