🔥 TRENDING Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn... Aishwarya Lekshmi & Arjun Das Star in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનો મહેસાણા જિલ્લો એટલે કે હાલના મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં કાર્યરત ધી મહેસાણા ડી. સેન્ટ્રલ કો.ઓ.બેંક.લી.ની 110મી વાર્ષિક સાધારણ
Business

જૂનો મહેસાણા જિલ્લો એટલે કે હાલના મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં કાર્યરત ધી મહેસાણા ડી. સેન્ટ્રલ કો.ઓ.બેંક.લી.ની 110મી વાર્ષિક સાધારણ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 10 Aug 2026, 09:12 AM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ બેન્કે આ વર્ષે રૂપિયા 71 કરોડ 46 લાખનો ગ્રોસ નફો કરેલ છે. અને રૂપિયા 47 કરોડ 51 લાખનો ચોખ્ખો નફો કરેલ છે. આ વર્ષે બેંક દ્વારા છેલ્લા ચાર વર્ષની જેમ 15 ટકા ડિવિડન્ડ આપવાનું જાહેર

જૂનો મહેસાણા જિલ્લો એટલે કે હાલના મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં કાર્યરત ધી મહેસાણા ડી. સેન્ટ્રલ કો.ઓ.બેંક.લી.ની 110મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ મહેસાણા જી.આઈ.ડી.સી.હોલમાં યોજવામાં આવી હતી. અત્યારે બેંકની 90 શાખાઓ આ ત્રણેય જિલ્લામાં કાર્યરત છે. ચાલુ નાણાંકીય વર્ષે આ બેંકમાં કુલ- રૂપિયા 6791 કરોડની ડિપોઝિટો જમાં છે. અને બેંક દ્વારા ખેડૂતોની સભાસદ સહકારી મંડળીઓને 0 % (શૂન્ય) વ્યાજે રૂપિયા 2544 કરોડનું ધિરાણ આપવામાં આવેલ છે. જેનું સંપૂર્ણ વ્યાજ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર અને માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકાર દ્વારા બેંકને ચૂકવવામાં આવે છે. જેથી ખેડૂતોને એક પણ રૂપિયો વ્યાજ ભરવાનું રહેતું નથી.

આ બેન્કે આ વર્ષે રૂપિયા 71 કરોડ 46 લાખનો ગ્રોસ નફો કરેલ છે. અને રૂપિયા 47 કરોડ 51 લાખનો ચોખ્ખો નફો કરેલ છે. આ વર્ષે બેંક દ્વારા છેલ્લા ચાર વર્ષની જેમ 15 ટકા ડિવિડન્ડ આપવાનું જાહેર કરેલ છે.

બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ ( કડી વાળા)ના નેતૃત્વમાં બધાજ ડિરેકટરશ્રીઓ અને બેંકના જનરલ મેનેજર સહિત સમગ્ર સ્ટાફ સતત બેંકનો વિકાસ કરી ગામડાઓની અને ખેડૂતોની સહાય કરી રહેલ છે.

આજની આ વાર્ષિક સાધારણ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગીરીશભાઈ રાજગોર, ભુતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સંસદસભ્ય શ્રી હરિભાઈ પટેલ, શ્રી ભરતસિંહ ડાભી, દૂધ સાગર ડેરીના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મહેસાણા જિલ્લાના સર્વ ધારાસભ્યશ્રીઓ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ સિંધવ,જિલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને સહકારી મંડળીઓના 800 જેટલા પ્રમુખ/ મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને બધાજ વક્તાઓએ ચેરમેનશ્રી વિનોદભાઈ પટેલ અને સર્વ ડિરેક્ટરોને બેંકની સારી પ્રગતિ કરી, ત્રણેય જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થવા બદલ અભિનંદન આપ્યા હતા..
📲Get App