🔥 TRENDING PM Modi Sends Vijayadashami Wishes Acr... Sidhu Moosewala Hologram Tour Postpone... Punjab Police Officer Kills Wife, Two... Assam Governor Meets PM Modi to Discus... Assam Homestay Ordered to Shut for 24... बीोकानेर के नोखा में चोरी के मामले में...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં મીઠી ખાડીને 110 મીટર પહોળી અને ઊંડી કરવાની તૈયારી, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યાં વિગતો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 20 Oct 2026, 11:55 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોમાસામાં સુરત શહેરમાં ત્રણ વખત ખાડીપૂરની તબાહી બાદ, જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે મીઠી ખાડીને 110 મીટર પહોળી અને ઊંડી કરવાની કામગીરી હાથ પર લેવાઈ છે.

દર વર્ષે ચોમાસામાં ખાડીપૂરની સમસ્યા સુરતીઓ માટે માથાના દુખાવા સાથે આર્થિક અને માનસિક વિનાશનું કારણ બની રહી છે. આ ચોમાસાની સિઝનમાં જ સુરત શહેરે એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વખત ખાડીપૂરનો સામનો કરવો પડ્યો છે. પર્વત પાટિયા, લિંબાયત, ગોડાદરા, સારોલી અને ડુંભાલ જેવા ગીચ વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં કમરસમા પાણી ભરાઈ જતાં હજારો પરિવારોની ઘરવખરી અને વેપારીઓનો લાખો-કરોડોનો માલસામાન કાદવમાં ફેરવાઈ ગયો હતો. દર વખતે ચોમાસું વીતી ગયા પછી વહીવટી તંત્ર જાગે છે અને હવે ફરી એકવાર ‘કાયમી નિવારણ’ના ભાગરૂપે મીઠી ખાડીના મોટા પાયે ડ્રેજિંગ અને પહોળી કરવાની વાતો આગળ ધરવામાં આવી રહી છે.

મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરાશે. સુરતની મુલાકાતે આવેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સર્કિટ હાઉસમાં આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, શહેરની પાંચ મુખ્ય ખાડીઓ પૈકી સૌથી વધુ તબાહી મચાવતી મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરવાની કામગીરી હાથ પર લેવાઈ છે.

ટેક્નિકલ ડેટા મુજબ, ખાડીઓમાં વર્ષોથી જામી ગયેલા લાખો ક્યુબિક મીટર માટી અને સિલ્ટને ડ્રેજિંગ મશીનરી વડે બહાર કાઢી દૂર ખસેડવાનો પ્લાન છે. મહાનગરપાલિકા પોતાની હદમાં અને સિંચાઈ વિભાગ પાલિકા હદ બહારના ભાગોમાં ડ્રેજિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
📲Get App