🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદાને વધુ પાંચ નવી મિની બસોની ભેટ, જિલ્લામાં કુલ 11 બસો કાર્યરત

નર્મદાને વધુ પાંચ નવી મિની બસોની ભેટ, જિલ્લામાં કુલ 11 બસો કાર્યરત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 26 Jul 2026, 02:40 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના હેઠળ નર્મદા જિલ્લાને વધુ પાંચ નવી મિની બસોની ભેટ મળી છે. રાજપીપલા એસ.ટી. બસ મથકેથી જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે બસોને લીલી ઝંડી આપી વિવિધ અંતરિયાળ રૂટ પર રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર આમોલ આવટે, એસ.ટી. ડેપો મેનેજર એચ.એસ. જોશી, એ.આર.ટી.ઓ. નિમિષાબેન પંચાલ તથા જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ પાંચ બસો મળતા જિલ્લામાં હવે કુલ 11 નવી મિની બસો કાર્યરત થઈ છે. આ બસો શરૂ થતાં જનજાતિ અને અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી સુરક્ષિત, સમયસર અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે. જીપીએસથી સજ્જ આ બસોના સંચાલનનું નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવશે.
📲Get App