🔥 TRENDING Meghalaya HC flags gaps in Aug 19 viol... Measles outbreak in Bangladesh kills t... Tripura judges’ outreach brightens rem... Child marriage drops 6.1% in Tripura a... Himachal Pradesh to See End of Dry Spe... Himachal Pradesh to Launch Seva Kendra...
30 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતની સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતનું રાજીનામું: 11 મહિના બાકી નિવૃત્તિ છતાં પદ છોડ્યું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 24 Nov 2026, 10:31 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પછી આંતરિક ખેંચતાણને કારણે મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે 11 મહિના બાકી નિવૃત્તિ હોવા છતાં પદ છોડ્યું.

સુરતની સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાદ બદલાયેલા રાજકીય સમીકરણો અને ડિરેક્ટરોની આંતરિક ખેંચતાણની અસર હવે વહીવટી સ્તરે જોવા મળી રહી છે.

ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે પોતાની નિવૃત્તિ માટે હજુ 11 મહિના બાકી હોવા છતાં પદ પરથી રાજીનામું આપી દીધું છે.

બે મહિના અગાઉ આપેલા રાજીનામાને મળેલી બેઠકમાં સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

પરંતુ, આ રાજીનામા પાછળના ચોક્કસ કારણો અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
📲Get App