🔥 ट्रेंडिंग साउथ कैरोलिना गन शो में सुरक्षा डिप्टी... जी हॉन शो के स्पॉयलर्स: 16-20 एपिसोड म... केओंझर पुलिस ने तमिलनाडु से आए छोटे यौ... शाहरुख़ ख़ान ने कहा, दिनेश कार्तिक ने... उत्तरी तमिलनाडु तट पर चक्रवात खतरे की... एमपी टाइगर रिज़र्व अधिकारी के भोपाल घर...
16 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેદારનાથમાં ફસાયેલા સુરતના 11 યાત્રાળુઓને તાત્કાલિક મદદની અપીલ
स्थानीय

કેદારનાથમાં ફસાયેલા સુરતના 11 યાત્રાળુઓને તાત્કાલિક મદદની અપીલ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 सित. 2026, 11:54 AM 👁 78
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે કેદારનાથ યાત્રા પર ગયેલા સુરતના 14 લોકોના ગ્રુપ પૈકી 11 યાત્રાળુઓ હજુ પણ ફસાયેલા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે બાકીના લોકો મદદ માટે સરકારને અપીલ કરી રહ્યા છે.

ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા દરમિયાન સતત વરસી રહેલા વરસાદના કારણે સુરતથી દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. અલથાણ વિસ્તારના 14 લોકોનું એક ગ્રુપ બાબા કેદારના દર્શન માટે ગયું હતું, જ્યાં ખરાબ હવામાનના કારણે તેઓ ફસાઈ ગયા છે.

હાલમાં, સ્થાનિક પ્રશાસન દ્વારા હેલિકોપ્ટરની મદદથી 3 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે, ગ્રુપના બાકીના 11 સભ્યો હજુ પણ કેદારનાથમાં ફસાયેલા છે અને તેમને કોઈ યોગ્ય સહકાર મળી રહ્યો નથી. આ યાત્રાળુઓએ સરકારને તાત્કાલિક દરમિયાનગીરી કરવા અને તેમને સુરક્ષિત રીતે ઘરે પરત મોકલવા માટે અપીલ કરી છે.

આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, અલથાણના રંજનબેન પંચાલે એક ભાવુક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેઓ રડતાં-રડતાં ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 'અમે પરમ દિવસથી અહીં ફસાયેલા છીએ. સતત વરસાદના કારણે અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમારા ગ્રુપમાં ઘણા લોકો છે, કૃપા કરીને અમને અહીંથી સુરક્ષિત રીતે અમારા ઘરે પહોંચાડવામાં મદદ કરો.'
📲Get App