🔥 TRENDING आळंदीत सायंकाळपासून रिमझिम पावसाची हजे... Odisha Assembly Adjourns Monsoon Sessi... Supreme Court Grants Relief on CBSE Cl... AP Minister Dismisses Congress' Vote T... APGEA Urges Immediate Suspension of Pr... 43 litres of hash oil worth over ₹5 cr...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં પ્રોપર્ટી પર ગેરકાયદે કબજાના બે મોટા કિસ્સા: 11 આરોપીઓ સામે ગુનો દાખલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 Sep 2026, 10:20 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં પ્રોપર્ટી પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લેવાના બે મોટા કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. ભેસ્તાન અને રાંદેર વિસ્તારમાં નોંધાયેલી આ ફરિયાદોમાં કુલ 11 આરોપીઓ સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં પ્રોપર્ટી પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લેવાના બે મોટા કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. ભેસ્તાન વિસ્તારમાં એક વિધવા મહિલાની 14 રૂમની ચોલ પર છેલ્લા નવ વર્ષથી એક શખ્સે ગેરકાયદે કબજો જમાવી તેને ભાડે આપી દીધી હોવાની અને રાંદેરમાં એક 60 વર્ષીય રિક્ષાચાલકના ફ્લેટ પર અન્ય શખ્સે કબજો જમાવી મકાન ખાલી ન કરતા હોવાની ફરિયાદો નોંધાઈ છે. આ બંને મામલે ભેસ્તાન અને રાંદેર પોલીસે મળીને કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ કિસ્સામાં ભેસ્તાનના કેશવનગરમાં રહેતા વિધવા કવિતાબેન સુરેશભાઈ પાટીલે ફરિયાદ નોંધાવી છે. તેમની ભેસ્તાન ગામના સર્વે નંબર 118માં ચલીયાવાલા એસ્ટેટમાં 190.44 ચોરસ મીટરની જગ્યામાં 14 રૂમની મિલકત આવેલી છે. માર્ચ 2017થી દિલીપ ઉર્ફે દિલાવર સુધાકર રાઠોડ નામના શખ્સે આ રૂમો પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો. આરોપી દિલીપે આ રૂમો અન્ય લોકોને ભાડે આપી દીધા હતા અને 2017થી લઈને 2026 સુધી સતત ભાડું ઉઘરાવી પોતાના ખિસ્સામાં નાખ્યું હતું. કવિતાબેન દ્વારા મકાન ખાલી કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો ન હતો.

બીજા કિસ્સામાં રાંદેર વિસ્તારમાં રહેતા એક 60 વર્ષીય રિક્ષાચાલકના ફ્લેટ પર અન્ય શખ્સે ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. રિક્ષાચાલકે મકાન ખાલી કરવા માટે અનેક પ્રયાસો કર્યા છતાં આરોપી દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યું ન હતું. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે શહેરમાં સામાન્ય નાગરિકોની મિલકત પચાવી પાડતા તત્વો કેટલા બેફામ બન્યા છે.
📲Get App